વિપક્ષ પોલીસનું મોરલ ડાઉન કરે છે!:લઠ્ઠાકાંડ વિશે એક શબ્દ બોલ્યા વિના ડ્રગ્સને આગળ ધરી ગૃહ રાજ્યમંત્રીએ વિપક્ષ પર આક્ષેપો કર્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદની એચ.કે કોલેજમાં આજે ઈ-FIRને લઈને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. સાથે અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડને લઈને નહીં પણ ડ્રગ્સને લઈને ગૃહ રાજ્યમંત્રી જાહેર સ્ટેજ પરથી વિપક્ષ પર આક્ષેપ કર્યા છે કે, ડ્રગ્સ મામલે વિપક્ષ રાજનીતિ કરીને પોલીસનું મોરલ ડાઉન કરે છે.

પરીક્ષામાં વિદ્યાર્થી ચોરી કરતો પકડાય?
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને પરીક્ષાનું ઉદાહરણ આપીને કહ્યું કે, તમે પરીક્ષામાં ચોરી કરતા પકડાવ તો ટીચર તમને પકડે છે કે તમે પકડાવો છો. તે જ રીતે ડ્રગ્સ પાકિસ્તાનથી આવે છે, તો તેને પોલીસ પકડે છે કે તે જાતે પકડાય છે. દેશના સો કોલ્ડ નેતાને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરું છું. દેશમાં ડ્રગ્સનું કેપિટલ પંજાબ છે, છતાં સો કોલ્ડ યુથ લીડરને નથી ખબર કે ગુજરાત કેપિટલ છે કે પંજાબ.

થાનેનો સલીમ પાક.થી ડ્રગ્સ વાયા ગુજરાત મંગાવતો
મહારાષ્ટ્રના થાનેમાં 2020થી સલીમ નામનો વ્યક્તિ શાકભાજીની લારી પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ વેચતો હતો. સલીમ પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવતો હતો અને ડ્રગ્સની ડિલિવરી લેવા ગુજરાતમાં આવતો અને ડિલિવરી હાથમાં લેતાં જ ગુજરાત પોલીસે તેને 100 કરોડથી વધુ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ બાબત 45 વર્ષના વ્યક્તિ નથી સમજી શકતા કે દેશના યુવાનને બચાવવા પોલીસ ડ્રગ્સ પકડી રહી છે. પોલીસનું મોરલ મજબૂત ના કરી શકો તો ડાઉન ના કરવું જોઈએ. ડ્રગ્સ મામલે કોઇ રાજનીતિ ના કરવી જોઈએ.

ઉડતા ગુજરાત કહેવાશે તેમ અધિકારીએ ચેતવ્યા
મને એક અધિકારીએ પહેલાં જ કહ્યું હતું કે, ડ્રગ્સ પકડીશું તો ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત કહેવાશે. મને રાજનીતિ ખબર નથી પડતી, એટલે તમે ડ્રગ્સ પકડો કહ્યું. જે બાદ વિપક્ષે ગુજરાતની પાવન ધરતીને બદનામ કરવાનું શરૂ કર્યું છે. ડ્રગ્સ લાવનારે હવે પોતાનું સરનામું બદલવું પડશે અને નવું સરનામું ગુજરાતની અલગ અલગ જેલ હશે.

અન્ય સમાચારો પણ છે...