તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલી મંડળનો પત્ર:ફરી શાળાઓ બંધ થતાં આગામી શૈક્ષણિક સત્રની સ્કૂલ ફી માફ કરવા માટે શિક્ષણમંત્રી જાહેરાત કરે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાના કેસો વધતાં ફરીવાર સ્કૂલો બંધ કરવી પડી છે ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
કોરોનાના કેસો વધતાં ફરીવાર સ્કૂલો બંધ કરવી પડી છે ( ફાઈલ ફોટો)
  • 2021-22ના વર્ષ માટે પણ 25 ટકા ફી માફીનો નિર્ણય તાત્કાલિક અસરથી કરવો જોઈએ

ગુજરાતમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યાં છે. ત્યારે સરકારે રાજ્યના આઠ મહાનગરોમાં સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ આગામી 10મી એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે કે વર્ષ 2021-22ના વર્ષ માટેની ફીમાં વધારો કરવો નહીં તેમજ 2019-20 અને 2020-21ના વર્ષની જેમ સમાન કક્ષાએ રાખવી.

25 ટકા ફી માફીનો નિર્ણય કરવો જોઈએ
ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે કે હાલમાં રાજ્યમાં કોરોનાની મહામારી તેના પીક પર છે. શાળા અને કોલેજો પણ બંધ છે. સ્કૂલોમાં પણ તમામ વપરાશની ચીજ વસ્તુઓ પણ બાળકો વાપરતા નથી. શાળા સંચાલકો શિક્ષકોને 50 ટકા પગાર ચૂકવે છે. તે ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ અને સરકારના શાળાઓ પર લાગતાં તમામ ટેક્સમાં શાળાઓને રાહત મળી છે. બીજી બાજુ વાલીઓ પર ઓનલાઈન શિક્ષણનો વધારાનો બોજો છે. જેથી આગામી 2021-22ના વર્ષ માટે પણ 25 ટકા ફી માફીનો નિર્ણય તાત્કાલિક અસરથી કરવો જોઈએ.

શાળાઓએ એડવાન્સ ફી વિદ્યાર્થીઓ પાસેથી લઈ લીધી હોય તેને પાછી આપવી જોઈએ
શાળાઓએ એડવાન્સ ફી વિદ્યાર્થીઓ પાસેથી લઈ લીધી હોય તેને પાછી આપવી જોઈએ

ફી પાછી આપવી અથવા સરભર કરવી
વાલી મંડળે એવી પણ રજુઆત કરી છે કે જે શાળાઓએ એડવાન્સ પુરા વર્ષની ફી વિદ્યાર્થીઓ પાસેથી લઈ લીધી હોય તેને પાછી આપવી જોઈએ અથવા તો સરભર કરવી જોઈએ. હાઈકોર્ટના પિટિશનના અનુંસંધાને રાજ્ય સરકારે 2020-21ના વર્ષમાં 25 ટકા રાહત આપી છે. જે શાળાઓએ ફીમાં 25 ટકા રાહત આપી નથી. તેની સામે કાનૂની પગલાં ભરવા જોઈએ.

વાલીઓના પ્રશ્નોને લઈને મીટિંગ યોજાશે
વસ્ત્રાપુર ખાતે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ અને આશિષ કજરિયાની ઉપસ્થિતિમાં વાલીઓની એક મીટિંગ યોજાશે. જેમાં વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ આવશે. તે ઉપરાંત નિષ્ણાંતો દ્વારા વાલીઓને વિગતવાર સમજ આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો