પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદ સહિત અન્ય શહેરોના લઘુતમ તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો વધારો થયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એક જ દિવસમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 4.5 ડિગ્રી વધીને 17એ પહોંચી ગયું હતું. બપોરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ ગયા બાદ રાજ્યમાં ફરીથી હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનો શરૂ થતાં બપોર પછી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં ઠંડીનો પારો 9થી 10 ડિગ્રી થવાની શક્યતા છે.
ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધીને 29.4 અને લઘુતમ તાપમાન 4.5 ડિગ્રી વધીને 17 ડિગ્રીએ પહોંચ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસની સાથે ઝાકળ વર્ષા થઇ હતું. તેમ છતાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો, પણ લઘુતમ તાપમાનમાં 2થી 5 ડિગ્રી વધતાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. ચારથી પાંચ દિવસમાં રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આટલી ઠંડી રહી શકે
તારીખ | ડિગ્રી |
13 જાન્યુ. | 12 |
14 જાન્યુ. | 9 |
15 જાન્યુ. | 10 |
16 જાન્યુ. | 12 |
17 જાન્યુ. | 14 |
18 જાન્યુ. | 15 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.