માર્ગદર્શન:મન લાસ્ટ ઈન, ફર્સ્ટ આઉટ સિદ્ધાંતને ફોલો કરે છે, તેથી સૂતા પહેલાં, બે પોઝિટિવ વાતો લખો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GNLUના એસો. પ્રો. ઓફ લૉ, ડૉ. કે. પરમેશ્વરને સેલ્ફ-હેલ્પ થેરાપી સેશનમાં કહ્યું...

ન્યુરો-લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, કોગ્નિટિવ-બિહેવિયરલ સાયકોથેરાપી, સોલ્યુશન ફોકસ્ડ બ્રિફ થેરાપી અને ઇન્ટિગ્રેટેડ ક્લિનિકલ હિપ્નોસિસ અને હિપ્નો થેરાપીનો ઉપયોગ કરીને, ડૉ પરમે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં એક્સિલન્સ મેળવવા માટેના ટૂલ્સ અને ટેક્નિક્સ વિશે વાત કરી હતી. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)ના એસોસિએટ પ્રોફેસર ઓફ લૉ, ડૉ. કે. પરમેશ્વરને સેલ્ફ-હેલ્પ થેરાપી સેશનમાં સ્ટુડન્ટસને સેલ્ફ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

સેલ્ફ હેલ્પ માટે આ બાબતો ધ્યાનમાં રાખો

  • વર્તમાનમાં જીવો, ભૂતકાળમાં કે ભવિષ્યમાં નહીં. વર્તમાન પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ વર્તમાનમાં રહીને કરો
  • લાઈફમાં ગ્રેટિટ્યૂટ ફોલો કરો. જ્યારે તમે ગ્રેટફૂલ ફિલ કરો ત્યારે માઈન્ડ હેપી હોર્મોન રિલીઝ કરે છે. જે મૂડ, ગ્રેટફૂલ લાઈફ, સારી ઉંઘ, સારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ તરફ દોરે છે.
  • ગ્રેટિટ્યૂટ આપણને ટોક્સિક, નેગેટિવ ઈમોશનથી ડિસ્કનેક્ટ કરે છે અને પોઝિટિવ ઈમોશન પર વધારે ફોકસ રહે છે.
  • આપણું મન "લાસ્ટ ઈન, ફર્સ્ટ આઉટ" એકાઉન્ટિંગ સિદ્ધાંતને અનુસરે છે. તેથી, દરરોજ રાત્રે, સૂતા પહેલાં, તમારે ઓછામાં ઓછી બે વસ્તુ લખવી જોઈએ જેના માટે તમે આભારી છો. તેથી તમારા દિવસની શરૂઆત પોઝિટિવ વિચારો સાથે થાય.
અન્ય સમાચારો પણ છે...