કોર્ટે ચુકાદો અનામત રાખ્યો:તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજી, શુક્રવારે મેટ્રો કોર્ટ ચુકાદો આપશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેટ્રો કોર્ટ - Divya Bhaskar
મેટ્રો કોર્ટ

સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની ધરપકડ બાદ એસઆઈટી દ્વારા તેમની ધરપકડ કરવા આવી હતી. આ સમગ્ર મામલે હાલ આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ કોર્ટમાં જમીન અરજી દાખલ કરી હતી. જેના પર કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. આવતી કાલે જમીન અંગે કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવશે.

ગોધરાકાંડ બાદ સામાજિક કાર્યકર બનીને ગુજરાતને અને તત્કાલિન સરકારને બદનામ કરવા બદલ તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તિસતાં અને આર બી શ્રી કુમાર બાદ સંજીવ ભટ્ટની ધરપકડ કરી છે.

આરબી શ્રીકુમારની ફાઈલ તસવીર
આરબી શ્રીકુમારની ફાઈલ તસવીર

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ બાદના કોમી રમખાણોના બનાવોમાં તિસ્તા સેતલવાડ અને કોંગ્રેસના નેતાએ ગુજરાત સરકારને બદનામ કરવાનું કામ કર્યું હોવાનું સીટની ટીમે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ સંજીવ ભટ્ટને પણ ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવી હતી. તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમાર જામીન અરજી દાખલ કરી હતી. જેના પર કોર્ટ આવતી કાલે ચુકાદો આપશે. આજે કોર્ટ ચુકાદો અનામત રાખ્યો છે.

તિસ્તા સેતલવાડની ફાઈલ તસવીર
તિસ્તા સેતલવાડની ફાઈલ તસવીર
અન્ય સમાચારો પણ છે...