તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિઝિકલ શિક્ષણ શરૂ થશે:ગુજરાતની મેડિકલ કોલેજો ઓફલાઇન શરૂ કરવા માટે સરકારની તૈયારીઓ, કોલેજના ડીનને પત્ર લખ્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેડિકલના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા સૂચના અપાઈ. - Divya Bhaskar
મેડિકલના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા સૂચના અપાઈ.
  • મેડિકલના વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી હોવાથી હવે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે સૂચના અપાઈ
  • વિદ્યાર્થીઓ હાલમાં પ્રેક્ટિકલ તથા કોવિડ ડ્યૂટીમાં સંકળાયેલા છે, માત્ર ટીચિંગ જ ઓનલાઇન થાય છે.

કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને સ્કૂલો તથા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણના સ્થાને ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગત જાન્યુઆરી બાદ સ્કૂલો અને કોલેજોમાં ફિઝિકલ શિક્ષણ શરૂ થયું હતું, પરંતુ માર્ચ મહિનાથી કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં ફરીવાર શૈક્ષણિક કાર્ય ઓનલાઈન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યના તબીબી શિક્ષણ કમિશનરે તમામ મેડિકલ કોલેજોના ડીનને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. મેડિકલના વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી હોવાથી હવે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

તબીબી શિક્ષણ કમિશનરનો પત્ર.
તબીબી શિક્ષણ કમિશનરનો પત્ર.

વિદ્યાર્થીઓનું માત્ર ટીચિંગ જ ઓનલાઈન થાય છે
તબીબી શિક્ષણ કમિશનરે મેડિકલ કોલેજોના ડીનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજ્યના તમામ અભ્યાસક્રમો ઓનલાઈન ચલાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ હાલમાં પ્રેક્ટિકલ તથા કોવિડ ડ્યૂટીમાં સંકળાયેલા છે. માત્ર ટીચિંગ જ ઓનલાઈન થાય છે. મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરપી,નર્સિંગ, ઓપ્ટોમેટ્રીના અભ્યાસક્રમોના મોટા ભાગના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ વેક્સિનેટેડ થઈ ગયા છે તથા વિદ્યાર્થીઓને વેક્સિન લેવાની બાકી હોય તે તમામને વેક્સિનેટ કરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. ટીચિંગની ગુણવત્તા જળવાઈ રહે એ હેતુથી તમામ તકેદારી સાથે મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરપી, નર્સિંગ, ઓપ્ટોમેટ્રીના UG તથા PGના વિદ્યાર્થીઓને ઓફ્લાઈન શિક્ષણ તાત્કાલિક અસરથી શરૂ કરવા જણાવવામાં આવ્યું છે.

એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે દર વર્ષે GCAT પરીક્ષા યોજાય છે ( ફાઈલ ફોટો)
એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે દર વર્ષે GCAT પરીક્ષા યોજાય છે ( ફાઈલ ફોટો)

પરીક્ષા સિવાય બારોબાર પ્રવેશ આપવો અઘરો
રાજ્યમાં સામાન્યના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે દર વર્ષે GCAT પરીક્ષા યોજાય છે અને આ વર્ષે તો માસ પ્રમોશનને કારણે જો પ્રવેશ પરીક્ષા સિવાય બારોબાર પ્રવેશ આપવો અઘરો છે, જેથી સારી ગુણવતાના વિદ્યાર્થીઓ જો આ કોર્સમાં આવે તો પ્રવેશ પરીક્ષા લેવી પડે એવી છે. સામાન્ય રીતે એન્જિનિયરિંગમાં 40 ટકા ઉપરના વિદ્યાર્થીઓને પ્રવેશપાત્ર ગણે છે અને તમામને એડમિશન આપવું એ અભ્યાસની ગુણવત્તા બગાડવા જેવું હશે.

રાજ્ય સરકાર GCAT અંગે નિર્ણય લઈ શકે
GTUનું માનવું છે કે પ્રવેશ પરીક્ષા હોવી જોઈએ, પછી એ ઓનલાઈન હોય કે ઓફલાઈન એ મહત્ત્વનું નથી તો હજુ રાજ્ય સરકારે GCAT અંગે પણ નિર્ણય લેવાનો છે અને જ્યાં સુધી આ નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી પ્રવેશ પદ્ધતિ નક્કી થઈ શકે એમ નથી.

ગુજરાતમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો ( ફાઈલ ફોટો)
ગુજરાતમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો ( ફાઈલ ફોટો)

ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરાઈ
ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી અને CBSEની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેરવિચારણા કરવી કે કેમ એ મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.