તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેય અગ્નિકાંડ:મેયરે મુખ્યમંત્રીએ મોકૂફ રાખેલા કામો અંગે જણાવ્યું, પણ મૃતકના પરિવારજનો કે ઘટના અંગે કંઈ ન બોલ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 834 કરોડના વિકાસના કાર્યોના ઇ- લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ મોકૂફ
  • 19 હોસ્પિટલમાં પુનઃ ચકાસણી માટે એક ટીમ બનાવી

નવરંગપુરા શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોના મોતની દુઃખદ ઘટનાને પગલે મુખ્યમંત્રીએ શુક્રવારે થનારા 834 કરોડના વિકાસના કાર્યોના ઇ- લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલે હોસ્પિટલ મુલાકાત દરમિયાન મીડિયાના જવાબ ન આપ્યા અને સોશિયલ મીડિયામાં વિકાસના કાર્યો બંધ રાખ્યા છે એવી જાહેરાત કરી હતી. જેના પરથી મેયરની સંવેદનશીલતા જણાય છે કે તેમને વિકાસ કાર્યો બંધ છે તેની જાહેરાતની વધુ ચિંતા હતી પરંતુ મૃતકના પરિવારજનો કે ઘટના અંગે કંઇ બોલ્યા ન હતા.

સંબંધિત લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
નવરંગપુરા શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે વિપક્ષે અનેક પ્રકારના આક્ષેપ કર્યા છે. જે મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોએ પ્રેસનોટ મારફતે જણાવ્યું છે કે આમાં કોઈ ગેરરીતી કે ભ્રષ્ટાચાર નથી થયો. આવું કઈ ધ્યાનમાં આવશે તો સંબંધિત લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દુઃખદ ઘટનામાં જવાબદારો સામે મહત્તમ પગલાં લેવાશે તેવું સત્તાધીશોએ જણાવ્યું છે. વિપક્ષના આક્ષેપો રાજકીય રોટલા શેકે છે કહી AMCના ભાજપના સત્તાધીશો પોતાનો અને અધિકારીઓનો સ્પષ્ટ બચાવ કરી રહ્યા છે.

કોવિડ 19 હોસ્પિટલમાં પુનઃ ચકાસણી કરાશે
અમદાવાદ શહેરમાં જાહેર કરવામાં આવેલી કોવિડ 19 હોસ્પિટલમાં પુનઃ ચકાસણી માટે એક ટીમ બનાવી છે જેમાં IAS મનીષ કુમાર, ચીફ ફાયર ઓફીસર એમ.એફ.દસ્તુર અને અન્ય અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે, જે આજે અને શુક્રવારે હોસ્પિટલની મુલાકાત લઈ અલગ અલગ પાસાઓની તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...