તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ:સૂકા પવનને કારણે સૌથી વધુ 42 ડિગ્રી ગરમી, 6 શહેરમાં તાપમાન 40 ડિગ્રીથી ઓછું રહ્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્રમાં છાંટાથી માંડી ઝાપટાંની આગાહી

દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ગરમી થોડી ઘટી હતી. જોકે અમદાવાદ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ હતું. એક બે દિવસમાં હળવા ઝાપટા કે છાંટા પડવાની હવામાન ખાતાની આગાહી છે.

અમદાવાદમાં વહેલી સવારથી ગરમી અને બફારાનું પ્રમાણ વર્તાયું હતું. બપોરના 2થી 5 વાગ્યા દરમિયાન વાતાવરણમાં ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થયો હતો. પણ મોડી સાંજે ઠંડા પવનો શરૂ થતાં રાહત મળી હતી. હજુ 24 કલાક ગરમીમાંથી મોટી રાહત મળવાની શક્યતા નથી.

ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં 42.0 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ત્યારબાદ રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી- 40.8, વલ્લભ વિધાનગર- 40.7 તેમજ ગાંધીનગરમાં 40.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહ્યાં બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં ભારે પવનો અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાથી લઇને હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...