ગરમી ઘટવાની આગાહી:અમદાવાદમાં સવારે 11.30એ 38 ડિગ્રી, બપોરે 2થી સાંજે 5.30 સુધી સૌથી વધુ 43થી 44 ડિગ્રી ગરમી

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: સમીર રાજપૂત
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ, 48 કલાકમાં ગરમી ઘટવાની આગાહી

દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના ગરમ પવનની અસરથી અમદાવાદ 44 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર હતું. સવારે 11.30એ ગરમીનો પારો 38 ડિગ્રી હતો પરંતુ બપોરે 2થી સાંજે 5.30 સુધીમાં સૌથી વધુ 43થી 44 ડિગ્રી ગરમી નોંધાઈ હોવાની વિગત હવામાન નિષ્ણાત અંકિત પટેલે આપી હતી. અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.

48 કલાકમાં રાજ્યમાં ગરમીનું જોર ઘટવાની આગાહી
દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનોને કારણે અમદાવાદ સહિત 10 શહેરોમાં ગરમીનો પારો 41.0 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જયારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનો પારો 32થી 38 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી આગામી 48 કલાકમાં રાજ્યમાં ગરમીનું જોર ઘટવાની વકી છે. અમદાવાદ પછી રાજકોટમાં 43 ડિગ્રી જ્યારે અમરેલીમાં 42.9 ડિગ્રી નોંધાઈ હતી.

છેલ્લા 5 દિવસમાં 4 દિવસ પારો 44થી વધુ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણના ઉપરના લેવલમાં ટ્રફ વધતાં ભેજનું પ્રમાણ વધ્યું છે, તેમજ દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના ગરમ પવનોથી ગરમીની સાથે ભેજનું પ્રમાણ વધતા બપોરે ગરમી વધી છે. 27 એપ્રિલે શહેરમાં 44.1 ડિગ્રી, 28 એપ્રિલે 44.2, 29 એપ્રિલે 44.4 અને 1 મેએ 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

અઢી કલાકમાં 8 ડિગ્રીનો તફાવત

  • બપોરે 11.30 કલાકે 37.8 ડિગ્રી
  • બપોરે 2.30 કલાકે 43 ડિગ્રી
  • સાંજે 5.30 કલાકે 43.6 ડિગ્રી
  • રાત્રે 8.00 કલાકે 35 ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...