તાપમાન ઘટ્યું:મહત્તમ તાપમાન ઘટ્યું પરંતુ લઘુતમ વધતાં ઠંડી જામી નહીં

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાતનું તાપમાન બે ડિગ્રી વધી 16 થયું

ઉત્તર-પૂર્વના ઠંડા પવનની અસરથી અમદાવાદ સહિત 11 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 31.0 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. અમદાવાદના મહત્તમ તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો ઘટાડો થયો હતો પરંતુ લઘુતમ તાપમાન વધતાં ઠંડીનો અહેસાસ થયો ન હતો.

અમદાવાદમાં છેલ્લાં બે દિવસથી લઘુતમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહ્યું હતું, પણ મહત્તમ તાપમાન 32થી 33 ડિગ્રીની વચ્ચે રહેતાં સવાર-સાંજ ઠંડક અને દિવસે ગરમી જેવી ડબલ સિઝનનો અનુભવ થતો હતો. સોમવારે ઠંડા પવનની અસરથી મહત્તમ તાપમાન એકથી દોઢ ડિગ્રી ગગડીને 30.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું હતું.

આગામી ત્રણ દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધવાની વકી છે. સમગ્ર રાજ્યમાં 13.7 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી.

ક્યાં કેટલી ઠંડી

અમદાવાદ 16.0 ગાંધીનગર 13.7 મહુવા 13.9 અમરેલી 14.4 વડોદરા 15.0 કેશોદ 15.4 વિદ્યાનગર 15.8 નલિયા 16.0

અન્ય સમાચારો પણ છે...