• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Math Of An Expensive Two wheeler An Electric Two wheeler Can Save An Average Of Rs. 23,000 Per Year Compared To A Petrol Two wheeler

ભાસ્કર એનાલિસિસ:મોંઘા સોંઘાનું ગણિત - પેટ્રોલ ટુ-વ્હિલરની સરખામણીએ ઇલેક્ટ્રિક ટુ-વ્હિલર દર વર્ષે સરેરાશ રૂ.23 હજારની બચત કરાવી શકે છે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચિરાગ રાવલ
  • કૉપી લિંક
બચતને આ રીતે સમજો - Divya Bhaskar
બચતને આ રીતે સમજો
  • પેટ્રોલના ભાવ આસમાને પહોંચી જતાં છેલ્લા 4 મહિનામાં જ 2,161 ઇલેક્ટ્રિક વાહનનું વેચાણ થયું
  • ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમત પેટ્રોલ સ્કૂટર કરતાં વધુ છે પરંતુ 6 વર્ષ સુધીના લાંબાગાળા સુધી તેનો ઉપયોગ ફાયદાકારક પુરવાર થાય છે

અમદાવાદમાં પેટ્રોલના લિટર દીઠ ભાવ વધીને રૂ.105એ પહોંચી ગયા છે. આ સંજોગોમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હિલર પેટ્રોલ ટુ-વ્હિલરની સરખામણીએ એક વર્ષને અંતે 23,040 બચત કરી શકે છે. આ ગણતરી બંને વાહનની એક્સ શોરૂમ પ્રાઇસ, વીમો, આરટીઓ, બેટરી અને સર્વિસ ખર્ચને ધ્યાનમાં લઈ કરાઈ છે. પેટ્રોલ ટુ-વ્હિલરને દર 3 મહિને સર્વિસ કરાવો તો એન્જિન ઓઇલ બદલવા સહિત સરેરાશ રૂ.700 ખર્ચ થાય. જ્યારે ઇલેક્ટ્રિક વાહન દર ચાર મહિને સર્વિસ કરાવો તો વર્ષે રૂ.1600 ખર્ચ આવે. 6 વર્ષને અંતે એકંદરે ઇલેક્ટ્રિક સ્કૂટર ફાયદાકારક રહી શકે છે.

ઇલેક્ટ્રિક સ્કૂટરને તમે રોજના સરેરાશ 30 કિલોમીટર ચલાવો તો વર્ષે 23,040ની બચત થાય છે. પરંતુ રોજ સરેરાશ 10 કિમી લેખે ચલાવો તો વાર્ષિક બચત ઘટીને 7,668 થાય છે. અમદાવાદમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ મહિને ત્રણ ગણું વધ્યું છે. આરટીઓના આંકડા મુજબ જાન્યુઆરીથી એપ્રિલ સુધી 2,161 વાહન વેચાયા હતા. જ્યારે 2021માં 2,022 ઇ-સ્કૂટરનું વેચાણ થયું હતું. હજુ આ વેચાણમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.

ઇલેક્ટ્રિક વાહનથી ફ્યુઅલના ખર્ચમાં લાંબા સમયે નોંધપાત્ર ઘટાડો થાય છે
રોજ 30 કિમી ચલાવો તો થતો ખર્ચ

પેટ્રોલઈલેક્ટ્રિક
કિમી દીઠ ખર્ચ2.33*0.20**

માસિક ખર્ચ (સરેરાશ 900 કિમી)

2,100180
વાર્ષિક બચત23040

રોજ 10 કિમી ચલાવો તો થતો ખર્ચ

પેટ્રોલઈલેક્ટ્રિક
કિમી દીઠ ખર્ચ2.33*0.20**

માસિક ખર્ચ (સરેરાશ 900 કિમી)

69960
વાર્ષિક બચત7668
  • અમદાવાદમાં 15 એપ્રિલે પેટ્રોલના લિટર દીઠ ભાવ રૂ. 105 હતા અને 45 કિમીની એવરેજ મુજબ ગણતરી છે.
  • ચાર્જિંગનો ખર્ચ યુનિટ દીઠ રૂ. 5, ફુલ ચાર્જથી એવરેજ 60 કિમી દોડે છે (2.4 કિલો વોટનું ટુ-વ્હિલર)

બેટરીના આયાતી રોમટીરિયલને કારણે ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત વધારે હોય છે
ઇ-વ્હિકલમાં લિથિયમ આર્યન બેટરીના રોમટીરિયલ ચીન-સાઉથ આફ્રિકામાં ઉત્પાદન થાય છે. જેના લીધે ઇ-વ્હિકલની કિંમત વધુ છે. હાઇડ્રોજન બેઝ્ડ બેટરી અથવા અન્ય વિકલ્પની શોધ ચાલે છે. ભવિષ્યમાં લિથિયમ આયર્ન બેટરીનો વેસ્ટ જમીનમાં પ્રદૂષણ ફેલાવશે તેમ પર્યાવરણ નિષ્ણાતો માને છે. આ દિશામાં નવા સંશોધન પણ થઈ રહ્યા છે.

ચીપની અછતથી ઉત્પાદન ધીમું પડે છે
ઇ-વ્હિકલમાં ચીપની અછતના લીધે વાહનોનું ઉત્પાદન વધતું નથી. ચીપની અછતના કારણે કારના ઉત્પાદન પર પણ અસર વર્તાઇ છે. ઇલેક્ટ્રિકલ વ્હિકલમાં ચીપનો વધુ ઉપયોગ થાય છે. આ ચીપનું ચીનમાં વધુ પ્રોડકશન થાય છે. પરંતુ ચીનામાં કોરોનાને લીધે હાલ મર્યાદિત સ્ટોકમાં ચીપ ઉપલબ્ધ છે.

ચાર્જિંગ સ્ટેશન વધારવા માટે પ્રયાસ ચાલે છે
શહેરમાં ચાર્જિંગ સ્ટેશન વધારવા પ્રસાય ચાલી રહ્યો છે. વાહન ડીલરોને પણ અપીલ કરી છે. ફલેટો , સોસાયટીઓ, ધાર્મિંક સ્થળોએ સ્વયંભૂ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવે તે માટે આયોજન ચાલી રહ્યું છે. હાલ આંબલી રોડ રેલ્વે સ્ટેશન અને બોડકદેવમાં ચાર્જિંગ સ્ટેશન છે. - આર.એસ.દેસાઇ, સુભાષબ્રિજ આરટીઓ

અન્ય સમાચારો પણ છે...