ઓનલાઈન ડ્રગ્સકાંડ:ઓનલાઈન ડ્રગ્સકાંડનો સૂત્રધાર સૌરાષ્ટ્રમાં છૂપાયો હોવાની આશંકા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને ઝડપવા ATS, સ્થાનિક SOGની ટીમો સક્રિય થઈ

એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડની ટીમે અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ઓનલાઈન ડ્રગ્સ ડિલિવરીના રેકેટનો પર્દાફાશ કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જોકે હજુ સુધી મુખ્ય સૂત્રધાર કરણ વાઘ ઉર્ફે નાના વાઘ ફરાર હોવાથી સૌરાષ્ટ્રમાં છુપાયાની આશંકાને પગલે એટીએસ અને એસઓજીની વિવિધ ટીમો તેને ઝડપવા સક્રિય બની છે.

વસ્ત્રાપુરમાં કુરિયર કંપનીનું રજિસ્ટ્રેશન કરાવી રમકડાં અને અન્ય ચીજ-વસ્તુના પેકિંગમાં ડ્રગ્સની ડિલિવરીના રેકેટમાં અત્યાર સુધી સોહિલ, બસિત અને આકાશની ધરપકડ થઈ છે. આ સમગ્ર નેટવર્ક કરણ વાઘ ઉર્ફે નાના વાઘ ચલાવતો હોવાની માહિતી બહાર આવી છે, જે સૌરાષ્ટ્ર તરફ નાસી છૂટ્યો હોવાની આશંકાને પગલે એટીએસે તેની શોધખોળમાં સ્થાનિક એસઓજીને પણ સામેલ કરી છે.

હાલમાં આ સંયુકત ટીમો સૌરાષ્ટ્રના વિવિધ શહેર-ગામોમાં કરણ વાઘના સંભવિત સ્થળોએ શોધ કરી રહી છે. દરમિયાન એટીએસએ શોધી કાઢેલા 300 ઓનલાઇન ટ્રાન્ઝેકશન મામલે લોકોની પૂછપરછ ચાલુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...