માલધારી વેદના રેલી:માલધારી સમાજ પોતાની વેદનાઓ સાથે અમદાવાદમાં શુક્રવારે રેલી યોજાશે, હજારોની સંખ્યામાં માલધારીઓ જોડાશે

અમદાવાદ3 મહિનો પહેલા

રાજ્યમાં રસ્તે રખડતાં ઢોરના કારણે અનેક અકસ્માતો થયા છે અને નાગરિકો અને ઈજા થઈ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રસ્તે રખડતા ઢોરની ગંભીર નોંધ લેવાયા બાદ પ્રિન્સિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માલધારી સમાજ દ્વારા રખડતાં ઢોરને પકડવાને લઈ વિરોધ કરવામાં આવ્યો છે. 2 સપ્ટેમ્બરના રોજ માલધારી સમાજ દ્વારા અમદાવાદમાં માલધારી વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો જોડાશે. માલધારી સમાજ રેલી મારફતે જણાવશે કે, તમે અમારી વેદના પણ સમજો લોકોની વેદના અમે સમજીએ છીએ. પરંતુ તમે અમારી પણ વેદનાને સમજો.

બાપુનગરથી દરવાજા સુધી માલધારી વેદના રેલી
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યુ હતું કે, 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે માલધારી વેદના રેલી બાપુનગર ભીડભંજન હનુમાન મંદિરથી સરસપુર થઈ કાલુપુરબ્રિજથી સારંગપુરથી રાયપુર થઈ આસ્ટોડિયાથી ખમાસા મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય ઓફિસ પાસેથી લાલદરવાજા ભદ્રકાળી મંદિર સમાપ્ત થશે. અનેક વેદનાઓ સાથે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો રેલીમાં જોડાશે.

માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર માલધારીની પણ વેદના જરા સાંભળો. નિર્દોષ રાહદારી અકસ્માતથી અમે ખુશ થતાં નથી. અમને પણ ઘણું દુઃખ થાય છે પણ અમારી ગુજરાન ચલાવાની વેદના સાંભળો. સરકાર દ્વારા શહેરમાં ગામડાઓબે ભેળવી શહેરીકરણ કરવામાં આવે છે, જે મહેરબાની કરી ના ભેળવશો. જો ભેળવો તો માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપો. એક તરફ શહેરીકરણ કરવામાં આવે છે જેના કારણે માલધારીઓ પોતાના પશુ સાથે શહેરમાં આવી જાય છે અને બીજી તરફ જે પણ પશુઓ રોડ પર હોય તો તેને પકડવામાં આવે છે. અમે તમામ પ્રકારની વેદનાઓ સરકાર સાંભળે તેના માટે થઈ અને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને હજારો લોકો રેલીમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...