અમદાવાદમાં સામુહિક દુષ્કર્મની ઘટના:પતિને પાણી લેવા મોકલીને લાલ દરવાજાથી ભાગેલી પરિણીતા પર પ્રેમીના મિત્રોએ જ દુષ્કર્મ આચર્યું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં 19 વર્ષીય પરિણીતા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. થોડા દિવસો પહેલા પરિણીતા પતિ સાથે ઢાલગરવાડમાં ખરીદી કરવા આવી હતી. જોકે તેનાં લગ્ન પહેલા તેને કાસીન્દ્રા ગામમાં રહેતા જાવેદ મકરાણી નામનાં યુવક સાથે પ્રેમસંબંધ હતો. જે જાવેદે યુવતીને પોતાની સાથે ભાગવાનું કહેતા યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી અને લાલદરવાજા પતિ સાથે ગઇ હતી ત્યારે ચક્કર આવતા હોવાનું નાટક કરતા પતિ પાણીની બોટલ લેવા ગયો હતો. તે સમયે યુવતી તકનો લાભ લઇને ફરાર થઈ ગઈ હતી. જે મામલે પતિએ કારંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

પ્રેમીએ પ્રેમિકાને લેવા મિત્રોને મોકલ્યા હતા

યુવતીનાં પ્રેમી જાવેદે પોતે તેને લેવા આવી શકતો ન હોવાનું જણાવી તેના મિત્રોને લેવા મોકલ્યા છે તેમ જણાવ્યું હતુ અને સરખેજનાં ઉજાલા સર્કલ પાસે બોલાવી હતી. જે બાદ જાવેદ મકરાણીના મિત્ર રોનક સુથાર અને તેની સાથેનાં અન્ય 2 મિત્રોએ આ યુવતીને કારમાં બેસાડી મોરબી તરફ લઈ ગયા હતાં. જ્યાં ત્રણેય મિત્રોએ યુવતીની સાથે જબરદસ્તી કરી હતી. જોકે યુવતી ગભરાઈ જતા ત્રણમાંથી બે આરોપીઓ ભાગી ગયા હતા.

સામુહિક દુષ્કર્મનો ભાંડો ફૂટતા પોલીસ એક્શનમાં
​​​​​​​
મહેશ નામનો એક આરોપી તેને લઈને રાજકોટ પહોંચ્યો હતો અને હોટલમાં લઈ જઈને ફરીથી
યુવતી સાથે દુષ્કર્મ કર્યુ હતું. જે બાદ પણ યુવતીનો પ્રેમી જાવેદ ન આવતા તેણે યેનકન પ્રકારે
પોતાનાં પરિવારજનો સંપર્ક સાધ્યો હતો. અમદાવાદ પોલીસે રાજકોટ પહોંચીને યુવતીને પરત
લાવીને આ સમગ્ર મામલે પુછપરછ કરતા તેની સાથે ગેંગરેપ થયો હોવાનું જાણવા મળતા
સમગ્ર મામલે કારંજ પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પોલીસે પ્રેેમી અને તેના મિત્રની કરી ધરપકડ
જોકે આ મામલે ગુનો નોંધાતા પોલીસ વિભાગ પણ સક્રિય થયુ હતું અને અસલાલી પોલીસે
કાસિન્દ્રાથી સરખેજ જતા રોડ પરથી બાતમીનાં આધારે ગેંગરેપનાં ગુનામાં સામેલ સરખેજનાં
રોનક સુથાર અને યુવતીનાં પ્રેમી જાવેદ મકરાણીને ઝડપી લીધા છે. આરોપીઓ કારંજના
ગુનામાં સામેલ હોવાથી તેમને કારંજ પોલીસને સોંપવામા આવ્યા છે.આ મામલે ગુનામાં સામેલ
અન્ય બે આરોપીઓને પકડવા કારંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...