સંબંધ તોડ્યા બાદ પ્રેમીએ પીછો ન છોડ્યો:મારી સાથે સંબંધ રાખ કહી પ્રેમીએ મહિલાને ફટકારી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નારણપુરામાં પૂર્વ પ્રેમી સામે છેડતીનો ગુનો

નારણપુરામાં રહેતી મહિલાએ પ્રેમ સંબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા યુવકે મહિલાને રોકીને તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં મહિલા સાથે મારઝૂડ કરીને યુવક ફરાર થઈ ગયો હતો. આ મામલે મહિલાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલા સાથે મારઝૂડ કરીને યુવક ફરાર
નારણપુરામાં રહેતી 37 વર્ષીય મહિલાને પતિ સાથે મનમેળ ન થતા છ વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા. બાદમાં તે તેના 17 વર્ષના દીકરા સાથે રહેતી હતી. તે સમયે જોધપુર ખાતેની એક દુકાનનામાલિક ભુપેન્દ્રભાઈ સોલંકી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ બન્ને વચ્ચે ઝઘડો થતા મહિલાએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જેથી અવારનવાર ભુપેન્દ્ર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.

બન્ને વચ્ચે ઝઘડો થતા મહિલાએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો
આ દરમિયાન ગુરુવારે સવારના સમયે યુવતી તેના દીકરા સાથે એક્ટિવા લઈને પ્રેરણા સ્કૂલ પાસેથી પસાર થઈ રહી હતી, તે સમયે ભુપેન્દ્ર ત્યાં આવીને યુવતીને રોકીને તું મારી સાથે પ્રેમ સબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને યુવતી સાથે ઝપાઝપી કરી હતી. જેથી યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ભુપેંદ્ર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મહિલાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...