તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ટરનેશનલ ફેમિલી ડે:કોરોનામાં ડિવોર્સ ઇન્કવાયરીનું પ્રમાણ 30થી 40% વધી ગયું; ‘ચા કોણ બનાવશે?’ એવી બાબતોએ કપલ ઝઘડા કરે છે!

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • લૉકડાઉનમાં 24 કલાક સાથે રહેતાં સંબંધોમાં બદલાવ જોવા મળ્યો

કોરોનાની અસર લોકોના સ્વાસ્થ્યની સાથે-સાથે પરિવારના સંબંધોમાં જોવા મળી છે. લૉકડાઉન બાદના સમયગાળામાં ડિવોર્સની ઈન્ક્વાયરીમાં પણ વધારો થયો છે. વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2020-21માં ડિવોર્સ ઈન્કવાયરીનું પ્રમાણ 30થી 40% વધ્યું છે. સામાન્ય સંજોગોમાં પતિ-પત્ની સાથે રહેવા ટાઈમ એડજસ્ટ કરતા જ્યારે લૉકડાઉનમાં 24 કલાક સાથે રહેવાને કારણે નાની બાબતોએ મોટું સ્વરૂપ લેતા વાત ડિવોર્સ સુધી પહોંચવાના કિસ્સાઓ જોવા મળ્યા છે.

ચા કોણ બનાવશે જેવી બાબતોએ ઝઘડે છે કપલ
કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે પરિવાર સાથેના સંબંધોમાં પણ બદલાવ જોવા મળ્યો. પતિ-પત્નીના સંબંધોમાં કોન્ફ્લિક્ટ્સ વધતાં ડિવોર્સ ઈન્કવાયરીમાં ચોક્કસથી વધારો થયો તેમ કહી શકાય. સાંજે ચા કોણ બનાવશે જેવી સામાન્ય લાગતી બાબતો આગળ જતા મોટા ઝઘડાનું સ્વરૂપ લઈ લે છે. એક કપલમાં પત્નીએ બાળકને નવડાવીને તૈયાર કરવાનું કહેતાં પતિનો ઈગો હર્ટ થતાં વાત ડિવોર્સ સુધી પહોંચી રહી છે. -જિગર ગઢવી, એડવોકેટ

છેલ્લા દોઢ વર્ષમાં ડિવોર્સની ઈન્કવાયરીનું પ્રમાણ વધ્યું છે
કોરોના પહેલા ડિવોર્સ ઈન્કવાયરીનાં કારણો ગંભીર હતાં, પણ થોડા સમયથી જે ઈન્કવાયરી આવી રહી છે તેમાં કપલ જે બાબતોને ડિવોર્સનું કારણ કહે છે તે ખરેખર સામાન્ય બાબત હોય છે. લૉકડાઉનના થોડા જ સમય પહેલા લગ્ન કર્યા હોય તેવા કપલ 24 કલાક સાથે રહ્યા તેથી કોન્ફ્લિક્ટ પણ વધી ગયા. પરિણામે થોડો સમય એડજસ્ટમેન્ટ કરવાના બદલે વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે. તે સિવાય ઘરેલુ હિંસાના કેસ પણ વધ્યા છે જેમાં કપલ ડિવોર્સ ફાઈલ કરી અલગ થવા માંગે છે. -ભીષ્મ રાવલ, એડવોકેટ

ડિવોર્સ ઈન્કવાયરીનાં કારણો

  • પતિ પહેલાં પણ સમય નહોતા આપતા; લૉકડાઉનમાં સમય હતો છતાં સાથે સ્પેન્ડ ન કર્યો
  • વર્ક ફ્રોમ હોમને કારણે ફોનનો ઉપયોગ વધતાં પત્ની શંકા કરે છે
  • વર્કિંગ કપલ હોય તો સાંજે ચા કોણ બનાવશે જેવી નાની બાબતે ડિવોર્સ ઈન્કવાયરી આવી.

નાની-નાની બાબતે અલગ ન થવા એડવોકેટની સલાહ
ડિવોર્સ ઈન્કવાયરી આવે તો એડવોકેટ કપલને ડિવોર્સનું કારણ પૂછે અને જો કારણ સામાન્ય લાગે તો કપલને ડિવોર્સ ન લેવા અને પ્રોબ્લેમ સોલ્વ કરવા સમજાવે છે. પરિવાર સાથે બેસીને વાત કરે તો વાત ડિવોર્સ સુધી ન પહોંચે તેવી સલાહ આપે છે.