તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોની પસંદગીમાં ધારાસભ્યોની યાદીને મહત્ત્વ અપાયું

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસના એક પણ પક્ષપલટુને ટિકિટ નહીં : ચાર ઉમેદવારો રીપીટ : એક ટર્મ અગાઉના બે ઉમેદવારોને ટિકિટ

અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી જાહેરાત થઇ ગઇ છે. ઉમેદવારોની પસંદગીમાં ધારાસભ્યોની યાદીને મહત્વ અપાયુ હોવાનું મનાય છે. કોંગ્રેસના એક પણ પક્ષ પલ્ટુને ટિકિટ નહીં અપાતા ભારે નારાજગી બળવાખોરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ચાર ઉમેદવારો રિપિટ થયા છે તો એક ટર્મ અગાઉના બે ઉમેદવારોને પણ ફરી ટિકી આપવામાં આવી છે.

જિલ્લા ભાજપની જાહેર કરેલી યાદીમાં રિપીટ કરાયેલા ચાર ઉમેદવારોમાં ગત ચૂંટણી લડનાર સૂરજિતસિંહ ગોહિલના સ્થાને તેમના પત્નિ અલ્પાબા સૂરજિતસિંહ ગોહીલને હડાળા બેઠક તેમજ અન્નપૂર્ણા દિગપાલસિંહ ચુડાસમાના પતિ દિગપાલસિંહ જયુભા ચુડાસમાને ધોલેરા બેઠક ફાળવવામાં આવી છે. આ સિવાય રેખા કાંતિ લકુમ અને અજમલ ઉદેસંગ બારડને પણ રિપીટ કરાયા છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક પણ પક્ષપલ્ટુને ટિકીટ નહીં આપતા કોંગ્રેસમાંથી ભાજપની વંડી ઠેકીને ગયેલા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. એક પક્ષપલ્ટુને બળવો કરતા સમય આગામી ચૂંટણીમાં ટિકીટ આપવાની એક ધારાસભ્યે આપેલી બાંયેધરી પણ ખોટી પડી છે. જેથી પક્ષપલ્ટુ ઉમેદવારોમાંથી કેટલાક બળવો કરી ફરી કોંગ્રેસમાં જાય તેવી સ્થિતી સર્જાઇ છે.

કોંગ્રેસમાં બળવાખોર સભ્યોને કોઇ સ્વિકારવા તૈયાર નહીં હોવાથી બે ઉમેદવાર હવે અપક્ષ ચૂંટણી લડે તેવી પણ શક્યતા છે. અગાઉ વર્ષ 2010થી 2015માં ચૂંટણી જીતનાર રમણ ભાણા સોલંકીને કોઠ અને દિવાનજી સુરસંગજી ઠાકરોને દેત્રોજમાંથી ટિકીટ મળી છે. રાજકીય આગેવાનોના જણાવ્યા અનુસાર જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચુંટણીના ઉમેદવારોની પસંદગી માટે વિરમગામ, સાણંદ, માંડલ, દેત્રોજમાં વિરમગામના ભાજપના આગેવાનો, સાણંદ અને બાવળામાં સાસંદની ટીમ, ધંધુકા, ધોળકા, ધોલેરામાં ધારાસભ્યોએ અને દસક્રોઇના ઉમેદવારો માટે પણ બે ધારાસભ્યોએ ઉમેદવારોની પસંદગી કરી છે. આ વખતે બેઠકોની કેટેગરીમાં ફેરફાર થવાથી 34માંથી મોટાભાગના ઉમેદવારો રિપીટ નહીં થવાની શક્યતા હતી. ટિકીટ નહીં મળવાના લીધે જિલ્લા પંચાયતના સિટીંગ સભ્યોએ પણ નારાજગી વ્યક્ત કરી ટિકીટ પસંદગીમાં વ્હાલાદવલાની નિતી રાખવામાં આવી હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઉમેદવારો સામે ભારે નારાજગી વ્યક્ત કરી કાર્યકરોએ બળવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આગામી બે દીવસમાં રાજકીય ઉથલપાથળની શક્યતા
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના પક્ષપલ્ટુઓએ ચાલુ ટર્મમાં બળવો કરી વંડી ઠેકી ભાજપમાં જોડાઇ ગયા હતાં. ભાજપમાં જોડાયા ત્યારે માત્ર મનુજી ઠાકોરે એક પણ રૂપિયો લીધો નહતો. આ સિવાય તમામ સભ્યોએ નક્કી કરેલી રકમ લીધી હતી. રકમ નહીં મળવાના લીધે સત્તાના એક વર્ષ પછી પ્રમુખ સામે બાંયો ચઢાવી હતી. આ સમય જિલ્લા આગેવાનોના કહેવાથી પ્રમુખે બળવાખોર સભ્યોને સાચવી લીધા હતાં. બળવાખોર સભ્યોએ કોંગ્રેસમાં પરત જવા માટે અત્યારથી સંપર્કો શરૂ કરી દીધા છે. આગામી બે દિવસમાં રાજકીય ઉથલપાથળની શક્યતા છે.

ગેરરીતિના આક્ષેપ છતાં બે ઉમેદવારો રીપીટ: કાર્યકરો નારાજ
સામાજિક ન્યાય સમિતીના સભ્ય રેખા કાંતિભાઇ લકુમ અને બાંધકામ સમિતીના ચેરમેન અન્નપૂર્ણા દિગપાલસિંહ ચુડાસમાના પતિ દિગપાલસિંહ ચુડાસમાને આ વખતની ચૂંટણીમાં રિપિટી કરાયા છે. રેખા લકુમને કાવીઠા બેઠક અને દિગપાલસિંહ જયુભા ચુડાસમાને ધોલેરા બેઠક પરથી ટિકીટ અપાઇ છે. પાર્ટીના આગેવાનોમાં કોઇ વિચારધારા રહી નથી. ગેરરિતીના આક્ષેપ છતાં કાર્યકરોને સાંભળ્યા વગર સારી છબી ધરાવનાર ઉમેદવારોને ટિકીટ આપી નથી. અલ્પાબા સૂરજિતસિંહ ગોહીને રિપીટ નહીં કરી બદલવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ છે. આ ત્રણેય ઉમેદવારોને બદલવામાં નહીં આવે તો ભાજપને નુકશાન થશે.

અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો

બેઠકપ્રકારઉમેદવાર
ગાંગડબિન.અના.સામાન્ય

ઇશ્વરભાઇ દશરથભાઇ મકવાણા

કાવિઠાઅનુ.જાતિ સ્ત્રીરેખાબેન કાંતિભાઇ લકુમ
નાનોદરાબિન.અના.સામાન્ય

રમેશભાઇ જેશીંગભાઇ મકવાણા

શિયાળસામાન્ય સ્ત્રીગૌરીબેન છગનભાઇ સોલંકી
બદરખાસા.શૈ.પછાતવર્ગલક્ષ્મીબેન સુરેશભાઇ ઠાકોર
કૌકાઅનુ.જાતિ સ્ત્રીબાલુબેન ઇશ્વરભાઇ વેગડા
કોઠઅનુસુચિત જાતિરમણભાઇ ભાણાભાઇ સોલંકી
સાથળસામાન્ય સ્ત્રીહિરલબેન દેવેશભાઇ પટેલ
વટામણબિન.અના.સામાન્ય

ગોવિંદભાઇ ભીખાભાઇ મકવાણા

ધોલેરાબિન.અના.સામાન્યદિગ્પાલસિંહ જયુભા ચુડાસમા
હેબતપુરસામાન્ય સ્ત્રીસંગીતાબેન અનિલસર વેગડ
ગલસાણાબિન.અના.સામાન્યહરીચંદ્રસિંહ ફતુભા ચુડાસમા
હડાળાસામાન્ય સ્ત્રીઅલ્પાબા સુરજીતસિંહ ગોહિલ
અસલાલીસામાન્ય સ્ત્રીમયુરીબેન વિરેન્દ્રભાઇ પટેલ
કુંજાડબિન.અના.સામાન્યકાંતિભાઇ શકરાજી ઠાકોર
કાસીન્દ્રાબિન.અના.સામાન્યવિનોદભાઇ ખોડાભાઇ પટેલ
નાંદેજબિન.અના.સામાન્યમણીલાલ સોમાભાઇ ઠાકોર
ભુવાલડીસા.શૈ.પછાતવર્ગજનકભાઇ અર્જુનભાઇ ઠાકોર
કુહાસામાન્ય સ્ત્રીઅલ્પાબેન રામસિંહ ચાૈહાણ
સીંગરવાસામાન્ય સ્ત્રીમીનાબેન કુંજનસિંહ ચૌહાણ
ચાંગોદરસામાન્ય સ્ત્રીજનકબેન સચિનભાઇ ઠાકોર
મોડાસરસામાન્ય સ્ત્રીરમીલાબેન ડાહ્યાભાઇ પટેલ
મોરૈયાબિન.અના.સામાન્યભરત લક્ષ્મણભાઇ ગોહિલ
ચેખલાસામાન્ય સ્ત્રીકંચનબા જગદીશસિંહ વાઘેલા
માણકોલબિન.અના.સામાન્યધનજીભાઇ ધીરુભાઇ ગોહેલ
વિરોચનનગરબિન.અના.સામાન્યઅજમલભાઇ ઉદેસંગ બારડ
કરકથલબિન.અના.સામાન્યવિષ્ણુભાઇ ગટોરભાઇ જાદવ
સચાણાબિન.અના.સામાન્યપ્રમોદભાઇ બળદેવભાઇ પટેલ
ધોડાસામાન્ય સ્ત્રી

ભાવનાબેન જગદીશભાઇ વડલાણી

શાહપુરઅનુ.આદિજાતિ સ્ત્રીલલિતાબેન કરશનભાઇ પઢાર
માંડલઅનુસુચિત જાતિભીખાભાઇ કરશનભાઇ વાઘેલા
સીતાપુરસામાન્ય સ્ત્રીગવરીબેન બાબુભાઇ પટેલ
દેત્રોજસા.શૈ.પછાતવર્ગદિવાનજી સુરસંગજી ઠાકોર
સુંવાળાસામાન્ય સ્ત્રીલીલાબા કિરીટસિંહ સોલંકી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો