• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Limit Of One Thousand Students For Quality Research Fellowship In Gujarat Will Be Removed, The Percentage Of Income Limit Can Be Changed

વિચારણા:ગુજરાતમાં ક્વોલિટી રિસર્ચની ફેલોશિપ માટે એક હજાર વિદ્યાર્થીની મર્યાદા દુર થશે, આવક મર્યાદાની ટકાવારીમાં ફરફાર થઈ શકે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવા શિક્ષણ મંત્રી દ્વારા એક હજાર વિદ્યાર્થીઓની મર્યાદા ઉઠાવી લેવા પણ રિપોર્ટ માંગવામા આવ્યો
  • ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત સંશોધન કરી શકે તેના માટે ‘શોધ’ નામની ફેલોશિપ યોજના અમલમાં છે

ગુજરાતમાં સ્કિમ ઓફ ડેવલોપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ- શોધ ની ફેલોશિપ માટે દર વર્ષે માત્ર એક હજાર વિદ્યાર્થીઓની જ પસંદગી કરવાની મર્યાદા હટાવી લેવા નવી સરકારે વિચારણા શરૂ કરી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિભાગની સમિક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના- MYSY હેઠળની અનેક યોજનામાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે પરીવારની આવકની મર્યાદા વધારવા વિભાગ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

છેલ્લા બે ત્રણ વર્ષથી આવક મર્યાદામાં ફેરફાર થયો નથી
MYSY હેઠળની યોજનામાં મેડિકલ સહિતની શિક્ષણ સહાયમાં છેલ્લા બે- ત્રણ વર્ષથી પરીવારની વાર્ષિક આવક મર્યાદામાં કોઈ જ ફેરફાર થયો નથી. ચાલુ શૈક્ષણિક વર્ષથી મેડિકલ શિક્ષણ ક્ષેત્રે ફીમાં પણ વધારો થયો છે. તદ્ઉપરાંત ગત બે વર્ષથી પરીક્ષા વગર જ ઉપલા વર્ગમાં વિદ્યાર્થીઓને ચઢાવી દેવાતા અનેક પ્રવાહોમાં પર્સેન્ટાઈલને લઈને પણ વિવાદો સર્જાયા છે. આથી, MYSY હેઠળની યોજના હેઠળની સહાય માટે ટકાવારીમા પણ ફેરફાર કરવા વિભાગને મંત્રીએ સુચના આપી છે.

આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને રાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે સ્કોલર વિદ્યાર્થીઓનો સમુદાય તૈયાર કરવા યોજના છે ( પ્રતિકાત્મક તસવીર)
આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને રાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે સ્કોલર વિદ્યાર્થીઓનો સમુદાય તૈયાર કરવા યોજના છે ( પ્રતિકાત્મક તસવીર)

‘શોધ’ નામની ફેલોશિપ કેવી રીતે લાભકારક છે?
ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત સંશોધન કરી શકે તેના માટે ‘શોધ’ નામની ફેલોશિપ યોજના અમલમાં છે. માન્ય યુનિર્વિસટીમાં ગુણવત્તા યુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને બે વર્ષ સુધી દરમહિને રૂપિયા 15 હજારનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. જ્યારે પીએચડીના વિદ્યાર્થીઓને વધારાના ખર્ચ માટે વાર્ષિક રૂપિયા 20 હજાર મળે છે. વર્ષે કુલ બે લાખ રૂપિયા પ્રમાણે સંશોધકને બે વર્ષના અંતે ચાર લાખ રૂપિયાની સહાય આપતી આ ફેલોશિપમાં વાર્ષિક એક હજાર વિદ્યાર્થીઓની પસંદગીની મર્યાદા હોવાથી અનેકવિધ ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓ બહાર રહી ગયાની ફરિયાદો ઉઠી હતી.

શિક્ષણમંત્રીએ વિભાગ પાસે રીપોર્ટ માંગ્યો
નવા શિક્ષણ મંત્રી દ્વારા એક હજાર વિદ્યાર્થીઓની મર્યાદા ઉઠાવી લેવા પણ રિપોર્ટ માંગવામા આવ્યો છે. રાજ્યના જે જિલ્લામાં સરકારી યુનિર્વિસટી કે કોલેજો ન હોય ત્યાં ક્લસ્ટર રચવા અભ્યાસ રિપોર્ટ રજૂ કરીને તત્કાળ નિર્ણય કરવા પણ કહેવાયુ છે. શિક્ષણ વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મુખ્યમંત્રી કેળવણી નિધી, મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના સહિતની સહાયક યોજનામાં સહાય અને પાત્રતાના ધોરણો બદલવા પણ વિચારણા શરૂ કરાઈ છે.

ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સંશોધનની ક્ષમતા અને સીમા વધારવી તેનો ઉદ્દેશ છે. ( પ્રતિકાત્મક તસવીર)
ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સંશોધનની ક્ષમતા અને સીમા વધારવી તેનો ઉદ્દેશ છે. ( પ્રતિકાત્મક તસવીર)

યોજનાનો ઉદેશ્ય:

  • રાજ્યમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન માટે આર્થિક સહાય પૂરી પાડવાનો લક્ષ્યાંક
  • તમામ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રેરણા પૂરી પાડવી.
  • ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સંશોધનની ક્ષમતા અને સીમા વધારવી.
  • ઉદ્યોગો અને સમાજોપયોગી સંશોધનો દ્વારા વૈશ્વિક સ્તરે ઓળખ ઊભી કરવી.
  • સાંપ્રત જરૂરિયાતને પહોંચી વળવા અને અત્યાધુનિક આવશ્યકતાને અનુરૂપ સંશોધનને પ્રોત્સાહન
  • ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવતા સંશોધનોને પણ પ્રોત્સાહન પૂરું પાડવું.
  • આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને રાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે સ્કોલર વિદ્યાર્થીઓનો સમુદાય તૈયાર કરવા