તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગુજરાતી ફિલ્મને રિલીઝ પહેલા લીક કરનાર પકડાયો, વસ્ત્રાલના યુવકે ફિલ્મ લીક કરી હોવાનું ખૂલ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’ રિલીઝ પહેલા ટેલિગ્રામ એપ પર ફરતી કરનાર યુવકને સાઇબર ક્રાઈમે ગણતરીના કલાકોમાં જ પકડી લીધો છે.

પાલડીમાં રહેતા દર્શન ત્રિવેદી છેલ્લા 20 વર્ષથી ફિલ્મ દિગ્દર્શક તરીકે કામ કરે છે. તેણે 2020માં ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા બનાવી હતી. આ ફિલ્મમાં જોડાયેલા અનેક લોકોએ ઘણું મૂડીરોકાણ કર્યંુ હતું અને ફિલ્મ રિલીઝ કરવાની હતી. જો કે તે દરમિયાન કોરોના આવી જતા રિલીઝ પાછી ઠેલવાઈ હતી. દરમિયાન ગત 24મીના રોજ દર્શન ત્રિવેદીને તેમના એક મિત્ર થકી જાણ થઈ હતી કે તેમની ફિલ્મ ‘મૃગતૃષ્ણા’ લીક થઈ ગઈ છે અને ટેલિગ્રામ એપથી ડાઉનલોડ કરી શકાય છે. આ અંગે તેમણે સાઇબર ક્રાઈમના જેસીપી પ્રેમવીરસિંગ યાદવને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.

ઈન્ચાર્જ ડીસીપી મુકેશ પટેલ અને એસીપી જે.એમ. યાદવે આ મામલે ઝડપી તપાસ કરવા પીઆઈ એમ.એન.દેસાઈને તપાસ સોંપી હતી. પોલીસે ટેક્નિકલ એનાલિસિસ કરીને ગણતરીના કલાકોમાં આરોપી શક્તિ બળવંતસિંહ ગોહિલ ( ઉં.25, રહે. સ્વસૃષ્ટિ સોસાયટી, વસ્ત્રાલ)ની આ ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...