• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujarat Ratna Gaurav Award Will Be Given To The Leaders Who Have Made Gujarat Proud By Their Extraordinary Contribution In Various Fields.

હું ગુજરાત છું:વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપી ગુજરાતનું ગૌરવ વધારનાર અગ્રણીઓને 'ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ'થી સન્માન કરાયાં

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા - Divya Bhaskar
ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ નિમિતે વિવિધ ક્ષેત્રમાં ઉમદા કાર્ય કરી રહેલા ગુજરાતીઓને 'ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડસ'થી સન્માનિત કરવામાં આવ્યાં હતા. અમદાવાદના જેબી ઓડિટોરિયમ, AMA ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 1લી મે, 2022ના દિવસે 'ગુજરાત દિવસ' નિમિતે યોજાઈ રહેલા આ વર્ષિક કાર્યક્રમમાં એવા ગુજરાતી મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યાં છે જેમણે વિવિધ ક્ષેત્રોમાં બહૂમૂલ્ય યોગદાન સાથે રાજ્યને ગૌરવ અપાવ્યું છે.

આ પ્રસંગે ગુજરાત મુખ્ય અતિથિ નિમાબેન આચાર્ય ઉપરાંત ન્યાયમૂર્તિ સુરેશ સોની, વ્રજરાજકુમારજી મહારાજશ્રી, ગુજરાત પોલીસ અધિકારી અજય ચૌધરી, ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર શૈલેશ ઠાકર, લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી, IPS પોલીસ અધિકારી અજય ચૌધરી, IIM-Aના ભૂતપુર્વ ડિરેક્ટર ડો. બકુલ ધોળકિયા, ISROના ડિરેક્ટર ડો.નિલેશ દેસાઈ, વ્યાપ્તી ગ્રુપના ચેરમેન યોગેશ ભાવસાર ઉપરાંત તુષાર શુક્લા, અશોક દવે, જોહાવરસિંહ જાદવ, પીકે લહેરી, માનસી જોષી ઉપસ્થિત રહ્યા હતા.

પુરસ્કાર મેળવનાર અગ્રણીઓની યાદી

ડો.અશ્વિન ત્રિવેદીજય શાહ
ડો.કલ્પેશ કે. શાહપાર્થ રાણા
ડીબી ચૌધરીયગ્નેશ પંડ્યા
ચેતન દૈયાઆચાર્ય વિજય નંદી ઘોષ મહાજન
માનવેન્દ્ર સિંહ ગોહિલડો.રાજેન્દ્ર શાહ
કિંજલ રાજપ્રિયાહરીભાઈ શાહ
સંજય ગોરડિયાસરીતા ગાયકવાડ
પાર્થીવ ગોહિલનરેશ પ્રજાપતિ
જયેશ પરીખડો.પ્રેરક શાહ
હેમંત બ્રોકરનૌતમ વકીલ
ડો. કેતન શાહ
અન્ય સમાચારો પણ છે...