પતિ સામે ફરિયાદ:વકીલ મને જબરજસ્તી કરે છે તેવું લખાણ લખી પત્ની પાસે સહી કરાવી, આડા સબંધની શંકા રાખી પટ્ટાથી મારતો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધવા માંડ્યા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે આડા સંબંધોની શંકાને લીધે હવે પત્ની-પત્ની વચ્ચે ખટરાગના બનાવો સામે આવી રહ્યા છે. નરોડામાં વકીલને ત્યાં નોકરી કરતી હતી તે વકીલ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી પતિએ યુવતી ઝગડો કર્યો.એટલું જ નહીં પતિએ આખી રાત પટ્ટાથી માર માર્યો હતો.બાદમાં વકીલ તેને જબરદસ્તી કરે છે તેવા લખેલા લખાણ પર પરાણે સહી કરાવી લીધી હતી.જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પતિ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેઓ એડવોકેટ ના ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. વર્ષ 2019 માં જ આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી જ યુવતીને તેનો પતિ ત્રાસ આપી માર મારવા લાગ્યો હતો. યુવતી ઘરખર્ચ ના પૈસા માંગે તો પણ તેનો પતિ ફટકારતો હતો. બે દિવસ પહેલા જ યુવતી તેના પતિ સાથે ઘરે હાજર હતી. ત્યારે અચાનક જ તેના પતિએ જે વકીલના ત્યાં નોકરી કરે છે તેની સાથે આડા સબન્ધ છે કહીને યુવતી સાથે બબાલ શરૂ કરી હતી. આવી શંકાઓ ન રાખવાનું યુવતીએ તેના પતિને કહેતા પતિએ કમરમાં પહેરેલો પટ્ટો કાઢી પત્નીને ફટકારી હતી.બાદમાં પતિએ એક ચિઠ્ઠી પર આ યુવતી પાસે સહી જબરદસ્તી થી કરાવી લીધી હતી. જેમાં લખ્યું હતું કે હું જે વકીલના ત્યાં જવું છું તે મારી સાથે જબરદસ્તી કરે છે, અને આ ચિઠ્ઠી પોતાની પાસે રાખી લઈ હવે વકીલને ફસાવી દઈશ તેમ કહી ધમકી આપી હતી. આખી રાત સવાર ના પાંચ વાગ્યા સુધી પતિએ પત્નીને પટ્ટા થી ફટકારી અને ઘરેથી નીકળી ગયો હતો. ઘરમાંથી નીકળતી વખતે પતિ બોલતો ગયો કે ઘરે આવું ત્યાં સુધીમાં નીકળી જજે.

અન્ય સમાચારો પણ છે...