• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Land Broker And Friend Were Caught With Five Bottles Of Liquor From The Car, The Government Settlement On Gurukul Road Was Standing Near Three Roads

કાર્યવાહી:જમીન દલાલ અને મિત્ર કારમાંથી દારૂની પાંચ બોટલો સાથે પકડાયા, ગુરુકુળ રોડ પર સરકારી વસાહત ત્રણ રસ્તા પાસે ઊભા હતા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને પેટ્રોલિંગ વખતે શંકા જણાતા કાર અટકાવી હતી

ગુરુકુળ રોડ પર સરકારી વસાહત ત્રણ રસ્તા પાસે કારમાંથી વિદેશી દારૂની 5 બોટલ સાથે જમીન દલાલ અને તેનો મિત્ર પકડાયા હતા. પોલીસે દારૂની 5 બોટલ, કાર અને ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ મેમનગર પોલીસ ચોકી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસની ટીમ ચાલતી ચાલતી ગુરુકુલ રોડ પરની સરકારી વસાહત ત્રણ રસ્તા પાસે આવી ત્યારે એક કાર શંકાસ્પદ હાલતમાં ઊભી હતી. આથી પોલીસે તે કારમાં સવાર 2 માણસની પૂછપરછ કરતા કારચાલક સમિક ઉર્ફે સની ધરમશીભાઈ દેસાઈ (ઉં.34, સુપર બંગ્લોઝ, સાયન્સ સિટી સામે, સોલા) અને તેની બાજુમાં બેઠેલો અશ્વિનભાઈ અમરતભાઈ દેસાઈ (ઉં.33, મુરલીધર આવાસ, સીપીનગર, ઘાટલોડિયા) હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે કારની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની 5 બોટલ (કિંમત રૂ.4450) મળી આવી હતી. આથી પોલીસે જમીન દલાલ સમીક અને અશ્વિનની ધરપકડ કરી દારૂની 5 બોટલ, કાર અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...