તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:ખાદી કેન્દ્ર દ્વારા દરરોજ 100 જેટલા ખાદીના માસ્ક બનાવી લોકોમાં ફ્રીમાં વિતરણ, લોકડાઉન બાદ ગ્રાહકોને પણ મફત માસ્ક આપશે

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે લોકોને અપીલ કરી છે અને માસ્ક હવે જીવનમાં ફરજિયાત બની ગયું છે ત્યારે અમદાવાદમાં ગાંધીઆશ્રમ સામેની સામે આવેલા ઇમામ મંઝિલ ખાદી વણાટ અને વેચાણ કેન્દ્ર દ્વારા રોજના 100 જેટલા ખાદીના માસ્ક બનાવી આશ્રમની આસપાસની સોસાયટીમાં મફતમાં આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1200 જેટલા માસ્ક આશ્રમમાં રહેતા લોકોને મફતમાં આપવામાં આવ્યા છે. 

ઇમામ મંઝિલ ખાદી વણાટ અને વેચાણ કેન્દ્રના ધીમંતભાઈ બઢીયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ખાદીનું વેચાણ કરીએ છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી વસ્તુઓ વાપરવાનું જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે અમે ખાદીના માસ્ક બનાવી લોકોને વહેંચીએ છીએ. દરરોજના 100 જેટલા માસ્ક બનાવવામાં આવે છે. 1200 જેટલા માસ્ક અમે આશ્રમવાસીઓને આપ્યા છે અને હવે આસપાસની સોસાયટીમાં આપવામાં આવશે. લોકડાઉન ખુલશે પછી લોકો જ્યારે ખાદી કેન્દ્રમાં વસ્તુઓ ખરીદવા આવશે ત્યારે તેઓને મફતમાં માસ્ક આપવામાં આવશે. ખાદીના માસ્ક હોવાથી દરરોજ ધોઈ અને ફરીથી વાપરી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો