ભૂમિ પૂજન:વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પરિભ્રમણ માટે અમેરિકા મોકલવામાં આવેલા કળશ મંદિર નિર્માણ માટે અમદાવાદ પરત આવ્યા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ આવેલા કળશને મંદિરમાં લઈ જવામાં આવ્યાં - Divya Bhaskar
અમદાવાદ આવેલા કળશને મંદિરમાં લઈ જવામાં આવ્યાં
  • 2019માં મંદિરના નિર્માણ માટે 108 કળશ હરિદ્વારથી ગંગા જળ ભરીને પૂજન કરીને લવાયા હતાં
  • તમામ કળશની 22 તારીખે પૂજા કરવામાં આવશે અને શોભાયાત્રા પણ નીકળશે

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એસ જી હાઈવે જાસપુર ખાતે ઉમિયા માતાના મંદિરના નિર્માણના કાર્યની શરૂઆત થશે. જેમાં અલગ અલગ કાર્યક્રમ પણ યોજાશે. ત્યારે 3 વર્ષ અગાઉ હરિદ્વારથી ગંગાજળ ભરીને આવેલ માતાજીના કળશ USA પરિભ્રમણ માટે મોકલવામાં આવ્યા હતા તે કળશ આજે સવારે અમેરિકાથી અમદાવાદ પરત આવ્યાં છે જેને લેવા મોટી સંખ્યામાં સંસ્થાના આગેવાન એરપોર્ટ પહોંચ્યા હતા.

કળશ એરપોર્ટથી મંદિર ખાતે લઈ જવાયા
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ફેબ્રુઆરી 2019માં ઉમિયા માતાના મંદિરના નિર્માણ માટે 108 કળશ હરિદ્વારથી ગંગા જળ ભરીને પૂજન કરીને લાવવામાં આવ્યા હતા.આ કળશ દેશ અને દુનિભરમાં પાટીદાર સમાજની વસ્તી જ્યાં હોય ત્યાં પરિભ્રમણ માટે મોકલવામાં આવ્યા હતા.હવે જ્યારે મંદિરના નિર્માણ કાર્ય શરૂ થવાનું છે ત્યારે હવે પરિભ્રમણ માટે ગયેલ માતાજીના કળશ અમદાવાદ પરત આવ્યા છે. કળશનું સ્વાગત કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાન અને કાર્યકરો એરપોર્ટ ગયા હતા જ્યાંથી કળશ લઈને મંદિર ખાતે લઈ જવામાં આવ્યાં છે.

આગેવાનો સવારે એરપોર્ટ પર કળશ લેવા માટે પહોંચ્યા હતાં
આગેવાનો સવારે એરપોર્ટ પર કળશ લેવા માટે પહોંચ્યા હતાં

તમામ કળશની 22 તારીખે પૂજા કરવામાં આવશે
મંદિર નિર્માણ માટેનાં કુલ 5 કળશ અમેરિકા મોકલવામાં આવ્યા હતા જેમાંથી 4 કળશ પરત આવ્યા હતા પરંતુ 1 કળશ બાકી હતો. જે સંસ્થાના આગેવાન વી.પી.પટેલ લઈને આજે સવારે અમદાવાદ એરપોર્ટ આવ્યા છે. આ કળશ અમદાવાદ આવ્યા બાદ તમામ કળશની 22 તારીખે પૂજા કરવામાં આવશે. શોભાયાત્રા પણ નીકળશે.પૂજન કર્યા બાદ મંદિર નિર્માણ માટે કળશનો ઉપયોગ કરવામાં આવશે.

ઉમિયાધામનું 20 નવેમ્બરે ભૂમિ પૂજન થશે
અમદાવાદમાં ઉમિયાધામનું 20 નવેમ્બરે ભૂમિ પૂજન થશે. રૂપિયા 55 કરોડના ખર્ચે બનવા જઈ રહેલું આ ઉમિયાધામ 74,000 ચોરસ વારમાં તૈયાર થશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.

પાટીદાર આગેવાનોએ સમગ્ર પ્રસંગ બાબતે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી.
પાટીદાર આગેવાનોએ સમગ્ર પ્રસંગ બાબતે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી.

50 રૂમનો ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે
અમદાવાદ શહેરમાં તૈયાર થનારા આ ઉમિયાધામમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિગૃહ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં 1200 લોકો રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. અમદાવાદ બહારથી આવતા યુવક-યુવતીઓ અહીંયા ભણતા હોય તે હોસ્ટેલમાં રહી શકશે. આ ઉપરાંત ભોજનશાળામાં રૂ.50માં ભોજન આપવામાં આવશે. 50 રૂમનું ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે. 2 બેન્કવેટ હોલ બનાવવામાં આવશે. ઉપરાંત તેમાં પાર્ટી પ્લોટ પણ બનાવવામાં આવશે જે ખૂબ જ નજીવા દરે સમાજના લોકોને આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...