કળશ અમદાવાદ પહોંચશે:વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પરિભ્રમણ માટે USA મોકલાવેલા કળશ કાલે સવારે અમદાવાદ પહોંચશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 108 કળશ હરિદ્વારથી ગંગા જળ ભરીને પૂજન કરીને લાવવામાં આવ્યા હતા

અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એસ જી હાઈવે જાસપુર ખાતે ઉમિયા માતાના મંદિરના નિર્માણના કાર્યની શરૂઆત થશે. જેમાં અલગ અલગ કાર્યક્રમ પણ યોજાશે ત્યારે 3 વર્ષ અગાઉ હરિદ્વારથી ગંગાજળ ભરીને આવેલા માતાજીના કળશ USA પરિભ્રમણ માટે મોકલવામાં આવ્યા હતા. તે કળશ આવતીકાલે સવારે USAથી અમદાવાદ પરત આવશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ફેબ્રુઆરી 2019માં ઉમિયા માતાના મંદિરના નિર્માણ માટે 108 કળશ હરિદ્વારથી ગંગા જળ ભરીને પૂજન કરીને લાવવામાં આવ્યા હતા. આ કળશ દેશ અને દુનિભરમાં પાટીદાર સમાજની વસ્તી જ્યાં હોય ત્યાં પરિભ્રમણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે જ્યારે મંદિરના નિર્માણ કાર્ય શરૂ થવાનું છે ત્યારે હવે પરિભ્રમણ માટે ગયેલા માતાજીના કળશ અમદાવાદ એરપોર્ટ ખાતે 3 વાગે આવશે.

કુલ 5 કળશ USA મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 4 કળશ પરત આવ્યા હતા. પરંતુ 1 કળશ બાકી હતું જે સંસ્થાના આગેવાન વી.પી.પટેલ લઈને આવતીકાલે સવારે અમદાવાદ એરપોર્ટ પહોચશે. આ કળશ અમદાવાદ આવ્યા બાદ તમામ કળશની 22 તારીખે પૂજા કરવામાં આવશે, શોભાયાત્રા પણ નીકળશે.પૂજન કર્યા બાદ મંદિર નિર્માણ માટે કળશનો ઉપયોગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...