ગાંધીધામ ખાતે આવેલા ખાવડા ગ્રૂપ પર શુક્રવારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં વધુ રૂ.3 કરોડ રોકડા મળ્યા છે. આમ ખાવડા ગ્રૂપના ત્યાંથી કુલ રૂ.18 કરોડ રોકડા, 20 લોકર અને 100 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા છે. આ લોકરમાંથી મોટી સંખ્યામાં જ્વેલરી મળવાનો અનુમાન છે. ડિપાર્ટમેન્ટની દરોડાની કાર્યવાહી પૂર્ણ થઇ છે.
શુક્રવારે વહેલી સવારથી ગાંધીધામ, ભુજ, અંજાર, કચ્છ, માંડવી અને અમદાવાદ સહિતના વિસ્તારમાં આવેલા ખાવડા ગ્રૂપ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાવડા ગ્રૂપ સાથે સંકળાયેલા જે.ડી. બલસારા અને હરિશ સોટાને ત્યાં તપાસ ચાલી રહી છે. મળી આવેલા 20 લોકરની તપાસ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.