• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Issue Of Meat, Fish, Egg Lorries Is A Hot Topic In AMC Today; Outrage Over The Closure Of The Campaign Against These Lorries After Diwali

કોર્પોરેટરો-અધિકારીઓ સામસામે:માંસ, મચ્છી, ઈંડાંની લારીઓ મુદ્દે AMCમાં આજે હોબાળાની વકી; દિવાળી પછી આ લારીઓ સામેની ઝુંબેશ બંધ થતાં આક્રોશ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શહેરમાં જાહેર સ્થળો ઉપર વેચાતા માંસ અને મટનની લારીઓને બંધ કરવા કોર્પોરેશને ઝુંબેશ શરૂ કરી હતી. જોકે દિવાળી બાદ મ્યુનિ. અધિકારીઓ દ્વારા કામગીરી સદંતર બંધ કરવામાં આવી છે. આ મુદ્દે કોર્પોરેટરો અને અધિકારીઓ સામસામે આવ્યા છે. સોમવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળવાની છે. જેમાં આ મુદ્દે હોબાળો થઈ શકે છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં ઉગ્ર રજૂઆત પછી શહેરમાં ધમધમતી માંસ-મટનની દુકાનોના દબાણો દૂર કરવા કામગીરી કરવા આદેશ કરાયો હતો. કોર્પોરેટરોનો આક્ષેપ છે કે, નોનવેજનું જાહેરમાં વેચાણ કરતી લારીઓ મ્યુનિ. કર્મીઓ અને પોલીસને રીતસરના હપ્તા ચૂકવે છે તે માટે અધિકારીઓ હંમેશા આંખ આડા કાન કરે છે.

કોર્પોરેટરો કહે છે કે, નોનવેજ બનાવતી લારીઓનો વઘાર વાહનચાલકોની આંખમાં ઉડીને પડે છે તેના કારણે નાગરિકોનો ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે તેમજ અકસ્માત થવાનો પણ ભય છે. આ મુદ્દે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સમક્ષ પણ રજૂઆત કરી છે. છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવી રહ્યાં નથી.

અન્ય સમાચારો પણ છે...