તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના એક IPS અધિકારીના વહીવટદારના રુઆબની પોલીસબેડામાં ચર્ચા ચાલી રહી છે. આ વહીવટદાર માત્ર નાના-મોટા બુટલેગરો, ગુનેગારો સાથે વહીવટ જ નહીં પરંતુ અન્ય વહીવટોમાં માહિર છે જેમાં હવે જમીનના સેટલમેન્ટ પણ આ જ વહીવટદાર કરાવે છે. પોલીસ સ્ટેશનમાંથી અરજી લઈ સાહેબ સુધી પહોંચાડી અને સેટલમેન્ટ કરાય છે. શહેરના એક IPS અધિકારી જ નહીં પરંતુ પૂર્વ વિસ્તારમાં એક ACP અને એક પોલીસ સ્ટેશનનો પણ સંપૂર્ણ વહીવટ સંભાળે છે. દારૂ-જુગારના અડ્ડાઓની પરમિશનથી લઈ ક્યાં દરોડા પાડવા તે આ વહીવટદારથી જ નક્કી થાય છે.
અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ IPS અધિકારીના રુઆબદાર વહીવટદાર શહેરમાં જમીનના સેટલમેન્ટ પણ કરાવે છે. જેના માટે "મનીષ" નામના જમીન દલાલ સહિત કેટલાક દલાલ તેના સંપર્કમાં છે જે કલેકટર ઓફિસમાં આવતા જતા હોય છે. આ દલાલો જે પણ જમીન ખાલી કરાવવાની અથવા તો કબ્જા અંગે કોઈ તકલીફવાળી જમીન હોય તો આ વહીવટદારને માહિતી આપે છે. વહીવટદાર પોલીસ સ્ટેશનમાંથી તપાસ કરી તેની અરજી લઈ સાહેબ સુધી પહોંચાડી તેમાં સેટલમેન્ટ કરે છે. અત્યાર સુધી જમીનની કોઈપણ મેટર હોય તો પોલીસ સ્ટેશન લેવલથી પૂરી થઈ જતી હતી પરંતુ હવે આ વહીવટદાર થકી સાહેબ પાસે જ મેટર સોલ્વ થાય છે. અન્ય IPS અને અધિકારીઓ સાથે પણ સારો સંબંધ ધરાવે છે.
સ્ક્વોડ ડીસીપી સાહેબના નહીં પરંતુ આ વહીવટદારના ઈશારે જ કામ કરે છે
IPS અધિકારીની બોલબાલા એટલી છે કે IPSના વહીવટ કરતા હોય તેમની મહેરબાનીથી પૂર્વ વિસ્તારમાં ફરજ બજાવતા એક ACPએ પોતાનો વહીવટ તેને સોંપી દીધો છે અને હાલમાં તેમના પોલીસ સ્ટેશનમાં વહીવટદારે તેના માણસો ગોઠવી દીધાં છે. તાજેતરમાં જ ACBએ પોલીસકર્મીઓને લાંચ લેતા રંગેહાથ પકડ્યા હતા એવા પોલીસ સ્ટેશનના પીઆઇએ પણ IPSના જ વહીવટદારને જ પોતાનો વહીવટ સોંપી દીધો છે. શહેરમાં કોઈ જગ્યાએ જવાની જરૂર પડતી નથી દરેક પોલીસ સ્ટેશનમાં સ્થાનિક વહીવટદાર ઉપરાંત IPS અધિકારીના વહીવટદારના બે માણસો સક્રિય હોય છે જે સવાર પડે નોટોના બંડલ લઈ અને હિસાબ કરવા પહોંચી જાય છે. શહેરના એક ડીસીપીના ઝોનનો સ્ક્વોડ તો ડીસીપી સાહેબના નહીં પરંતુ આ વહીવટદારના ઈશારે જ કામગીરી કરે છે.
વહીવટદારો તેમના ગોડફાધરના કારણે શહેરમાં બેફામ બની ગયા
પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય અનેક મેટરમાં વહીવટદાર તેના માણસોને ગોઠવી રાખ્યા છે. જો ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજય પોલીસવડા આશિષ ભાટિયા તપાસ કરે તો વહીવટદાર અને તેમના સાહેબો અંગે ઘણા ખુલાસા થાય તેમ છે. અધિકારીના વહીવટદારના નામ સાથે એક મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે જે અંગે પણ તપાસ જરૂરી છે કે ખરેખર શહેરમાં આવી પ્રવૃત્તિ પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહી છે? શહેરમાં હવે એક જ પોલીસ સ્ટેશનમાં એક વહીવટદારની સિસ્ટમ બંધ કરી અને ત્રણ પોલીસ સ્ટેશન દીઠ એક વહીવટદાર મુકવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારના એક પીઆઇ અને તેના વહીવટદાર પણ તેમના ગોડફાધરના કારણે શહેરમાં બેફામ બની ગયા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.