તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવાની પ્રેરણા ટ્વિટ થકી મ‌ળી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિલ્વર ઓકના ટેડેક્સમાં 10 સ્પીકરે લીધો ભાગ

મારી એક ટ્વિટ સોશિયલ મીડિયા કોન્ટેસ્ટમાં સિલેક્ટ થઈ અને ત્યારથી મને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવાની પ્રેરણા મળી. જ્યારે મોનસૂન પર ટ્વિટ કરી ત્યારે મને પણ નહોતી ખબર કે ઇન્ફ્લુએન્સર શું હોય છે. એવી પણ નહોતી ખબર કે આવી કોઈ કૉન્ટેસ્ટ ચાલી રહી છે. ઉપરોક્ત વાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અમિત પંચાલે કહી હતી. સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા ટેડેક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની થીમ અનુભૂતિ રાખવામાં આવી હતી. જેમાં 10 વકતાઓ તરફથી પોતાના જીવનના અંગત અને વ્યવસાયિક અનુભવો અને તેમની સફળતાના કિસ્સા શ્રોતાઓ સમક્ષ શેર કરવામાં આવ્યા હતા.

અમિત પંચાલે વધુમાં કહ્યું કે, ઇન્ફ્લુએન્સર પણ પૈસા અર્ન કરી બ્રાન્ડ સાથે કોલોબ્રેશન કરી શકે છે. સોશિયલી લોકોને મદદ કરવા માટે મેં ‘માય અમદાવાદ શોર્ટ’ નામથી હેઝટેગ ક્રિએટ કર્યા. ક્યારેક જો હું ટ્વિટ ના કરું તો સામેથી લોકો ટ્વિટ કરવા માટે કહેતા. જીવનમાં પાંચ બાબતો અનુસરવી જોઈએ આંતરપ્રિન્યોર અને ચેન્જ મેકર એવા ચિરંજીવ પટેલે કહ્યું કે,

પાવર ઑફ કમ્યુનિકેશન, આત્મવિશ્વાસ, યોગ્ય સમયે નિર્ણય, જીવનમાં દરેક પળે જરૂરી માર્ગદર્શન લેવું. આ સાથે જે તમારી પાસે છે તે સમાજને પણ વળતર આપો. તો જ એ સાર્થક સાબિત થશે. જીવનમાં આ પાંચ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ પ્રોગ્રામમાં હ્યુમરિસ્ટ ઓજસ રાવલ, સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ અમિત દુબે, એક્ટર એશા કંસારા, રાઇટર ડિરેક્ટર ઉમેશ શુક્લા વગેરે એ પણ પોતાના જીવનના અનુભવો શેર કર્યા હતા. ઉમેશ શુક્લાએ કહ્યું કે, નિર્ણયશક્તિ પર ચર્ચા કરીને પોતાની સફળતાથી સંતોષ ના માની નિરંતર પ્રયાસ કરતા રહેવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો