18 વર્ષ કરતા નાની વયના જુવેનાઇલ આરોપીને બોપલ પોલીસે કોર્ટમાં રજૂ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતા જુવેનાઇલના માતાએ કોર્ટમાં અરજી કરી હતી. તેમાં એવી રજૂઆત કરી હતી કે તેમનો દીકરો 18 વર્ષ કરતા નાનો છે. તેનું જન્મ પ્રમાણપત્ર પોલીસ સમક્ષ રજૂ કરવા છતાં પોલીસે તેની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો છે.
જુવેનાઇલ જસ્ટિસ એક્ટના કાયદા અનુસાર આરોપીને જુવેનાઇલ હોમમાં મૂકવો જોઇએ. તેમ છતાં બોપલના પીઆઇ એ.પી. ચૌધરીએ આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. સેશન્સ કોર્ટે પીઆઇનો ઉધડો લીધો હતો અને તેમની પાસેથી તપાસ લઇને અન્ય પીઆઇને સોંપી દેવા એસપીને આદેશ કર્યો છે.
કિશોર તરફથી એડવોકેટ નિર્મિત દીક્ષિતે એવી દલીલ કરી હતી કે, બોપલ પોલીસે ડીસેમ્બર-2022માં તેની ધરપકડ કરી હતી. પરતું જયારે ગુનો બન્યો ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી. તેની માતાએ તેનું સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ પોલીસ સમક્ષ રજૂ કર્યું હોવા છતાં પોલીસે કોર્ટ સામે હકીકત છુપાવી હતી. પીઆઇએ તપાસમાં આરોપી સામે પક્ષપાતભર્યું વર્તન કર્યંુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.