તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Inquiry Committee Will Seek Reports From Five Government Departments, Review All Reports And Submit A Final Report To The Chief Minister In Two Days.

શ્રેય અગ્નિકાંડ:તપાસ સમિતિ સરકારના પાંચ વિભાગ પાસે રિપોર્ટ માગશે, તમામ રિપોર્ટનું અવલોકન કરી ફાઇનલ રિપોર્ટ બે દિવસમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રેય હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
શ્રેય હોસ્પિટલ - ફાઇલ તસવીર

નવરંગપુરા શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી છે. ગૃહ વિભાગના અધિક સચિવ અને શહેરી વિકાસના અધિક સચિવ મુકેશ પુરીની બનેલી તપાસ સમિતિ આ મામલે સરકારના પાંચ જેટલા વિભાગ પાસેથી રિપોર્ટ માંગશે અને આ રિપોર્ટના આધારે તપાસનો ફાઇનલ રિપોર્ટ બે દિવસમાં મુખ્યમંત્રીને સોંપશે.

તમામ રિપોર્ટનું અવલોકન કરવામાં આવશે
ઉચ્ચસ્તરીય તપાસ સમિતિએ ગુરુવારે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, પોલીસ કમિશનર તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટીંગ બાદ શ્રેય હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ ઘટનામાં તપાસ સમિતિ પોલીસ ડિપાર્ટમેન્ટ, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન એમ પાંચ વિભાગ પાસેથી હોસ્પિટલ મામલે રિપોર્ટ મેળવશે. તપાસ સમિતિ આ તમામ રિપોર્ટનું અવલોકન કરી એક ફાઇનલ રિપોર્ટ તૈયાર કરશે જે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે. આ રિપોર્ટના આધારે જ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા જણાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...