તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાકાળ બાદ દિવ્ય ભાસ્કર વાચકોના સૂચન પર દર રવિવારે એક મહિલાને ગેસ્ટ એડિટર બનાવી મહિલાઓનું અને વાચકોની મરજીનું સન્માન કરવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે 21 ફેબ્રુઆરીએ અમારા પ્રથમ મહિલા ગેસ્ટ એડિટર પૂર્વ મિસ ઈન્ડિયા, જાણીતાં અભિનેત્રી અને ટીચર્સ ટ્રેનિંગ ક્ષેત્રે ગુજરાતમાં પ્રશંસનીય કામગીરી કરનારાં ડૉ. સ્વરૂપ સંપટ રાવલ હશે. સોમવારે દિવ્ય ભાસ્કર ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં આ ઈનિશિયેટિવની જાહેરાત કરાઈ. આ મહિલા ગેસ્ટ એડિટર સમાચારોની પસંદગી અને એનું પાના પર વેઈટેજ નક્કી કરશે. એક મહિલા તરીકે એમને ઘરેલુ હિંસાથી માંડીને બાળકોના ઉછેર સુધીના જે કોઈ મુદ્દા ઉઠાવવા લાયક લાગે એ વિષયક સમાચારોને પ્રાધાન્ય અપાશે અને એ મુજબ વિશેષ સ્ટોરીઝ પણ કરાવવામાં આવશે.
અખબારની આ પહેલમાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલાં જાણીતા લેખક અને દિવ્ય ભાસ્કરનાં કોલમિસ્ટ કાજલ ઓઝા વૈદ્યે કહ્યું કે, ‘અમારા શરૂઆતના ગેસ્ટ એડિટર્સના લિસ્ટમાં ડૉ. સ્વરૂપ સંપટ રાવલ ઉપરાંત ટીના અંબાણી, દીપિકા ચિખલિયા, મોનલ ગજ્જર અને ગીતા રબારી જેવાં નામો છે. મહિલા ગેસ્ટ એડિટર્સના સિલેક્શનનો એક માત્ર ક્રાયેટેરિયા વાચકોનાં સૂચનો છે. અમે વાચકો પાસેથી મંતવ્યો માગીશું કે તમે કઈ મહિલાને ગેસ્ટ એડિટર પદે જોવા ઈચ્છો છો અને શા માટે? અમારા માટે મહત્ત્વનું એ છે કે એ એક મહિલા છે, એ સેલિબ્રિટી છે કે નહીં એ મહત્ત્વનું નથી. અમે આગળ જતાં વકીલ, ડોક્ટર, પેઈન્ટર અને રાઈટર્સ જેવા અલગ અલગ ક્ષેત્રોમાંથી પણ મહિલા એડિટરની પસંદગી કરીશું.’
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.