તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી પરીક્ષા:માહિતી ખાતાએ પરીક્ષાર્થીઓને પૂછ્યું - 'નરેન્દ્ર' નામ હોય તેની રાશિ કઈ?

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માહિતી ખાતાની વર્ગ-3ની પરીક્ષામાં "નરેન્દ્ર' નામની રાશિનો સવાલ ચર્ચાનો વિષય બન્યો
  • મોટેરા ખાતેના સ્ટેડિયમ અંગે પુછાયેલા સવાલે પણ વિદ્યાર્થીઓને મૂંઝાવ્યા

રાજ્ય સરકારના માહિતી વિભાગમાં ભરતી માટે યોજાયેલી પરીક્ષાને લઇને પત્રકારજગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી ખાતાની વર્ગ 1-2 અને વર્ગ 3ની પરીક્ષાના પ્રશ્નપત્રના લેવલની સાથે-સાથે પ્રશ્નપત્રમાં પુછાયેલા સવાલને લઇને પણ ખૂબ ચર્ચા જોવા મળી. ખાસ કરીને વર્ગ-3ના પેપરમાં નરેન્દ્ર નામની વ્યક્તિની રાશિને લઇને પુછાયેલા સવાલની પણ ચર્ચા જોવા મળી રહી છે. અગાઉ માહિતી ખાાતાની વર્ગ 1,2,3ની પરીક્ષા 10 એપ્રિલે યોજાવાની હતી, પરંતુ કોવિડને કારણે પરીક્ષામાં 27 જૂને પરીક્ષા લેવાઈ.

માહિતી ખાતા વર્ગ-3ના પ્રશ્નપત્રમાં રાશિ અંગે પુછાયેલા સવાલો.
માહિતી ખાતા વર્ગ-3ના પ્રશ્નપત્રમાં રાશિ અંગે પુછાયેલા સવાલો.

"નરેન્દ્ર'નામની રાશિ કઈ ?
રવિવારે રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ આવતા માહિતી ખાતાની સિનિયર સબ-એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-3ના પ્રશ્નપત્રમાં પુછાયેલા સવાલો પૈકી એક સવાલ સૌથી રસપ્રદ અને ચર્ચાનો વિષય રહ્યો. માહિતી વિભાગે સવાલ પૂછ્યો કે "ભૂચક્રની 12 રાશિ છે, નરેન્દ્ર નામ હોય તે વ્યક્તિની નામ મુજબ કઇ રાશિ ગણાય?'. જેને લઇને પરીક્ષાના ઉમેદવારોમાં ગોસિપનો વિષય બન્યો હતો. માત્ર એટલું જ નહિ, પરંતુ ચાલુ પરીક્ષા દરમિયાન નરેન્દ્ર નામના ઉમેદવારો તરફ જોવા લાગ્યા. આમ, નરેન્દ્ર નામની વ્યક્તિની રાશિ અંગે સવાલ પૂછી માહિતી વિભાગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આડકતરી રીતે યાદ કર્યા હતા.

વર્ગ-3ના પ્રશ્નપત્રમાં મોટેરા સ્ટેડિયમ અંગે પુછાયેલા સવાલો.
વર્ગ-3ના પ્રશ્નપત્રમાં મોટેરા સ્ટેડિયમ અંગે પુછાયેલા સવાલો.

મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણના સવાલને લઈ પણ ઉમેદવારો મૂંઝાયા
વર્ગ-3ના જ પ્રશ્નપત્રમાં મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેમાં પણ ઉમેદાવારો મૂંઝવણમાં મુકાયા હતા, કારણ કે સવાલના 4 વિકલ્પ પૈકી 3 મહેમાન ઉદઘાટન સમયે હાજર રહ્યા હતા. સવાલ પૂછવામાં આવ્યો હતો કે 24 ફેબ્રુઆરી, 2021ના દિવસે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતેના નવા સ્ટેડિયમનું લોકાર્પણ કોણે કર્યું, જેમાં 4 વિકલ્પ તરીકે નરેન્દ્ર મોદી-વડાપ્રધાન, રામનાથ કોવિંદ-રાષ્ટ્રપતિ, અમિત શાહ-ગૃહમંત્રી, આચાર્ય દેવવ્રત- ગુજરાતના રાજ્યપાલ. જોકે સ્ટેડિયમના ઉદઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અમિત શાહ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર હતા, જેથી કેટલાક ઉમેદવારો મૂંઝાયા હતા.

અન્ય સમાચારો પણ છે...