તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારેજા:બારેજાના નગરજનોને પીવાના ખારા પાણીમાંથી છૂટકારો ન મળતા આક્રોશ

બારેજા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સત્તાની પ્યાસ બુઝાવતા શાસકો નગરજનોની તરસ ક્યારે સંતોષશે?
 • 10 વર્ષથી નર્મદા નીરની લાઈનનું મરામત કરાવવામાં શાસકો રસ લેતા નથી

બારેજા નગરપાલિકામા આજદિન સુધી જેટલા પણ શાસકો આવ્યા તે બધાજ શાસકો નગરજનોને પીવા માટે મીઠા પાણી ઘેર ઘેર પહોચાડવા મુદ્દે નિષ્ફળ ગયા છે.નગરજનોને પીવાના પાણી માટે મજબૂરીથી નાણાં ખર્ચી બોટલો ખરીદવી પડે છે.નગરપાલિકા ચૂંટણી પુરી થાય બાદ ચૂંટાયેલા શાસકો પાણીમાં બેસી જાય છે .પાણીના જગ વેચતા વેપારીઓ વર્ષે અંદાજીત 3.60 કરોડ ઉપરાંતની બોટલો વેચી પાણીમાંથી ઢગલો કમાય છે. ખારા પાણીનો પ્રશ્ન હલ થતો નથી.વોર્ડ-2માં ખારા પાણીની સમસ્યા સાથે ધીમા પાણીનો ઓછો ફોર્સ સમસ્યા વધારે છે.

નગરજનોનું કહેવું છે કે સરકારે નર્મદાના પીવાના પાણીની લાઈન દસ વર્ષથી બારેજામા નાખી આપી છે,બારેજા આસપાસના ગામોમાં નર્મદાના નીર ઘેર ઘેર પહોંચ્યા છે પરંતુ બારેજમાં આજદિન સુધી આવેલા શાસકોએ પાઇપલાઇન તૂટી ગઈ હોવાના તેમજ લાઈન વ્યવસ્થિત નથી,ટેકનિકલી કારણો આગળ ધરી રિપેરીગ કરાવવાની તસ્દી લીધી નથી જેને કારણે નગરજનોને મીઠા પાણી મળતા નથી. લોકોનું કહેવું છે કે પાલિકા દ્વારા ઘેર ઘેર નળ દ્વારા પાણી અપાય છે તે ખુબજ ખારું હોય છે આથી કપડાં, વાસણ ધોવા સિવાય ઉપયોગમાં લઈ શકાતું નથી. ખારું પાણી પીતા પથરી,માથાના વાળ ખરવા,ચામડીના રોગો થાય છે. ખારું પાણી પણ ધીમાં ફોર્સે મળે છે સોસાયટીના રહીશો સંચાલકોનું કહેવું છે કે પાલિકામાં એકજ સમયે પાણી આપવાની પદ્ધતિથી આ સ્થિતિ સર્જાઈ છે .નવી નીતિથી વોર્ડ -2ની શ્રીહરિ,હરિકૃપા,શિવકુંજ,અક્ષરધામ,મમમતપાર્ક, શિવમપાર્ક,મંગલ પાર્ક,નીલકંઠ પાર્ક જેવી સોસાયટીમાં ધીમા ફોર્સથી પાણી મળતા મુશ્કેલી વધી છે. ચૂંટણી નજીક છે ત્યારે હવે આ નગરના લોકોને કેટલાયે સમયથી સતાવી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ તે અંગે હાલ લોકોમાં વિવિધ ચર્ચા ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો