તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ઇન્કમટેક્સ વેબસાઇટ 40 દિવસે પણ શરૂ ન થઇ શકી, રિટર્ન ફાઈલ થતું નથી અને રિફંડ પણ મળતું નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે શરૂ કરેલી નવી વેબ સાઇટ 40 દિવસ બાદ પણ યોગ્ય રીતે ચાલતી નથી. જેના કારણે કરદાતાઓ રિટર્ન ફાઇલ કરી શકતા નથી અને રિફંડ પણ મળતું નથી. હેલ્પ ડેસ્ક પર પૂછવામાં આવે તો ત્રણ-ચાર દિવસ બાદ રિટર્ન ફાઈલ કરવાનું કહેવાય છે.

ઇન્કમટેક્સે 3 જૂને નવા પોર્ટલની જાહેરાત કરી હતી. પરંતુ 40 દિવસ છતાં હજુ રિટર્ન ફાઈલ થઈ શકતું નથી. ડિપાર્ટમેન્ટે રિટર્નની ટેબ શરૂ કરી દીધી છે પરંતુ રિટર્ન ફાઇલ કરતી વખતે કરદાતા જ્યારે સબમિટ બટન કરે ત્યારે રસીદ કે રિટર્ન ફાઇલ થયેલું બતાવતું નથી. ઘણાં કિસ્સામાં રિટર્ન ફાઇલ કરવા માટે આધાર વેરિફિકેશન થઇ શકતું નથી. વધારામાં આ પોર્ટલ પર 26 જૂનથી ટીડીએસના રિટર્ન ફાઇલ કરવાનું શરૂ થયું હતું. પરંતુ ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા તા. 3 જુલાઇ પહેલા જે કોઇ એ રિટર્ન ફાઇલ કર્યા હોય તે રદ કરવામાં આવ્યા છે અને ફરીથી રિટર્ન ફાઇલ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...