તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ફાયદાકારક અસર:કોરોનામાં લોકો ઉકાળેલું પાણી પીતા હોવાથી ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગના કેસ 8400થી ઘટી 970 થયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • RTIમાં મળેલી માહિતી અનુસાર, બે વર્ષમાં કમળાના કેસ 1013થી ઘટી 90 થઈ ગયા
  • રોગચાળામાં ઘટાડા સાથે એને નાથવા થતો ખર્ચ ઘટીને 1.94 લાખ

કોરોનાની અસર વચ્ચે શહેરમાં મોટા ભાગના નાગરિકો ઉકાળેલું પાણી પીવાનું પસંદ કરતાં ઝાડા- ઊલટી, ટાઇફોઇડ, કમળો, કોલેરા જેવા પાણીજન્ય રોગ લગભગ ગાયબ થઈ ગયા છે. શહેરમાં છેલ્લાં બે વર્ષમાં પાણીજન્ય રોગચાળાે ઘટતાં ખર્ચ પણ ઘટીને રૂ. 1.94 લાખ થયો છે.

આરટીઆઇ એક્ટિવિસ્ટ યશ મકવાણાએ મેળવેલી માહિતી પ્રમાણે, શહેરમાં 2018માં પાણીજન્ય રોગચાળાના 8400 કેસ નોંધાયા હતા. એ જ રીતે 2019માં આ આંકડો 6991 હતો. 2020માં માત્ર 1908 જ કેસ અને 2021માં 970 કેસ નોંધાયા હતા. શહેરમાં છેલ્લાં કેટલાંક વર્ષની આંકડાકીય વિગત જોઇએ તો શહેરમાં કમળા જેવા ગંભીર રોગ તો જોવા જ મળ્યા નથી. મ્યુનિ.ની 3 હોસ્પિટલ, 71 જેટલા અર્બન હેલ્થ સેન્ટર, 164 ખાનગી હોસ્પિટલ અને 3 અન્ય સરકારી હોસ્પિટલની આંકડાકીય વિગતો જોતાં શહેરમાં આ પ્રકારના રોગના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એટલું જ નહીં, પણ પાણીજન્ય રોગચાળા પાછળ કરવામાં આ‌વેલા ખર્ચમાં હેલ્થ કચેરીને રૂ. 194400 જેટલો જ ખર્ચ થયો છે.

પાણીજન્ય કેસનું 5 વર્ષનું સરવૈયું

વર્ષકોલેરાટાઇફોઇડકમળો
2016/1731269512
2017/1862480726
2018/19419811013
2019/2091841631
2020/217824490
  • 2018-19માં કમળાના સૌથી વધુ 1013 કેસ હતા, જે 2020-21માં ઘટીને માત્ર 90 થઈ ગયા હતા

વિવિધ રોગચાળાનો સમય નિશ્ચિત હોય છે

  • કમળો - મેથી લઇને સપ્ટેમ્બર મહિનામાં.
  • ટાઇફોઇડ - જાન્યુઆરીથી મે અને ઓગસ્ટથી ડિસેમ્બર મહિનામાં.
  • ઝાડા-ઊલટી - એપ્રિલથી લીને ઓગસ્ટ મહિનામાં.
  • કોલેરા - એપ્રિલથી લઇને ઓગસ્ટ મહિનામાં.

આ રીતે રોગ થાય છે

  • કમળોઃ હિપેટાઇટિસ - એ પ્રકારના કમળાના વાયરસ શરીરમાં પ્રવેશ્યા બાદ 15થી 45 દિવસે એનાં લક્ષણો દેખાય છે, તો હિપેટાઇટિસ-ઇના વાયરસમાં 15થી 60 દિવસે લક્ષણો દેખાય છે.
  • ટાઇફોઇડઃ ખોરાક, દૂધ અને દૂધની બનાવટો, સુએજના પાણીથી ઉગાડેલા શાકભાજીથી ટાઇફોઇડની શક્યતા છે. ટાઇફોઇડના બેક્ટેરિયા પાણીમાં 48 કલાક જ જીવે છે

બાર દિવસ સુધી એકપણ નવો કેસ નોંધાયો ન હતો
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સતત બીજા દિવસે શહેર કે જિલ્લામાં એક પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. જ્યારે શહેરમાં 15 કેસ નોંધાયા છે અને જ્યારે શહેરમાં 363 દર્દી સાજા થયા છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે એકપણ કેસ નોંધાયો નથી. અગાઉ જિલ્લામાં બાર દિવસ સુધી એક નવો કેસ નોંધાયો ન હતો. જોકે 5 જુલાઈએ એક કેસ નોંધાયો હતો.

અમદાવાદ શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 3 હજાર 410 થયો
7 જુલાઈની સાંજથી 8 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 15 નવા કેસ નોંધાયા છે તેમજ શહેરમાં 363 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 37 હજાર 809 થયો છે, જ્યારે 2 લાખ 33 હજાર 863 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે મૃત્યુઆંક 3 હજાર 410 થયો છે.

અન્ય સમાચારો પણ છે...