તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદગ્રહણ સમારોહ:સાહિત્ય પરિષદનો પદગ્રહણ સમારોહ થયો, પદભારનું પ્રતિક પ્રકાશ ન શાહને સોંપાયું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે રવિવારે પદગ્રહણ સમારોહ યોજાઈ ગયો. તેમાં જાન્યુઆરી 2021થી નવા પ્રમુખ તેમજ ચૂંટાયેલા અન્ય હોદ્દેદારો કાર્યરત થાય તે માટે આ પદગ્રહણ સમારોહ યોજાઈ ગયો. રા.વિ.પાઠક સભાગૃહમાં બપોરે 3 વાગે યોજાનારા આ સમારોહમાં નિવૃત્ત થતા પ્રમુખ સિતાંશુ યશશ્ચંન્દ્ર વતી ઉપ પ્રમુખ માધવ રામાનૂજે સાહિત્ય પરિષદના પદભારનું પ્રતિક નવા પ્રમુખ પ્રકાશ ન શાહને સોંપ્યું. આ પ્રસંગે ગુજરાતી સાહિત્ય પરિષદના જુની મધ્યસ્થ અને નવી મધ્યસ્થના સભ્યો અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે નવા નિમાયેલા પ્રમુખ પ્રકાશ ન શાહે કહ્યું કે, ‘કોરોનાકાળની અસરવાળો આ પદગ્રહણ સમારોહ હંમેશા યાદ રહેશે. ગુજરાતી સાહિત્ય પરિષદ તમામ ગુજરાતીની છે. જો કે આ છે નવું ગુજરાત. ખાતે પીતે બેસતે ઉઠતે લડતે ઝગડતે પણ અસ્મિતે વિલસતું ગુજરાત. તેમાં 1857ના સંગ્રામ અને મુંબઈ યુનિવર્સિટી બંન્ને એક સાથે આવ્યા છે. એક જાણે સંકેલાતા જમાનાનું શહૂર કંઈક આક્રમકપણે પ્રગટ કરતી ઘટના છે તો બીજી જાણે આવતા જમાનાનું ઈંગિત છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો