સાણંદની યુનિચાર્મ ફેક્ટરીમાં છેલ્લા 10 વર્ષની સૌથી વિકરાળ આગ બુઝાવવામાં ‘સ્વદેશી રોબોટ’ની મહત્ત્વની ભૂમિકા હતી. ચીફ ફાયર ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે જણાવ્યું હતું કે, મેટલ સ્ટ્રકચરને લીધે લાગેલી આગથી તાપમાન એટલું બધું વધી ગયું હતું કે, ફાયર જવાનોને મોકલવામાં ખૂબ મોટું જોખમ હતું. ઘણી વખત ગેસ લીકેજને કારણે ઘડાકો થવાની બીક પણ રહેતી હોય છે. પરંતુ અંદાજે 1 કરોડમાં વસાવવામાં આવેલો ૧ કરોડની કિંમતનો ફાયર ફાઈટર રોબોટે 700 ડિગ્રી તાપમાનમાં પણ કામ કરી શકે છે. ફાયર ફાઈટર રોબોટની મદદથી પહેલી જ વાર આવી વિકરાળ આગ પર કાબૂ મેળવાયો છે.
આ રોબોટનો નવેમ્બર 2019માં અમદાવાદ ફાયર બ્રિગેડમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અમદાવાદની વાડિયા બોડી બિલ્ડર કંપનીએ 6 પૈડાંનું વાહન શેષનાગ બનાવ્યું છે. જ્યારે ચાંગોદરની કંપનીએ રોબોટ તૈયાર કર્યો છે. આ રોબોટને શેષનાગ સાથે જોડીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી.
રોબોટ સાથે પાણીની 5 લાઈન જોડી શકાય છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.