તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્વદેશી રોબોટ:સાણંદની ફેક્ટરીની પ્રચંડ આગ બુઝાવવામાં 700 ડિગ્રીમાં કામ કરી શકતા રોબોટની મહત્ત્વની ભૂમિકા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 પૈડાંનો ફાયર રોબોટ 1 મિનિટમાં 300 લિટર પાણી છાંટી શકે છ

સાણંદની યુનિચાર્મ ફેક્ટરીમાં છેલ્લા 10 વર્ષની સૌથી વિકરાળ આગ બુઝાવવામાં ‘સ્વદેશી રોબોટ’ની મહત્ત્વની ભૂમિકા હતી. ચીફ ફાયર ફાયર ઓફિસર  એમ.એફ.દસ્તૂરે જણાવ્યું હતું કે, મેટલ સ્ટ્રકચરને લીધે લાગેલી આગથી તાપમાન એટલું બધું વધી ગયું હતું કે, ફાયર જવાનોને  મોકલવામાં ખૂબ મોટું જોખમ હતું. ઘણી વખત ગેસ લીકેજને કારણે ઘડાકો થવાની બીક પણ રહેતી હોય છે. પરંતુ અંદાજે 1 કરોડમાં વસાવવામાં આવેલો ૧ કરોડની કિંમતનો ફાયર ફાઈટર રોબોટે 700 ડિગ્રી તાપમાનમાં પણ કામ કરી શકે છે. ફાયર ફાઈટર રોબોટની મદદથી પહેલી જ વાર આવી વિકરાળ આગ પર કાબૂ મેળવાયો છે. 

આ રોબોટનો નવેમ્બર 2019માં અમદાવાદ ફાયર બ્રિગેડમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અમદાવાદની વાડિયા બોડી બિલ્ડર કંપનીએ 6 પૈડાંનું વાહન શેષનાગ બનાવ્યું છે. જ્યારે ચાંગોદરની કંપનીએ રોબોટ તૈયાર કર્યો છે. આ રોબોટને  શેષનાગ સાથે જોડીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી.

રોબોટ સાથે પાણીની 5 લાઈન જોડી શકાય છે

  • કોડલેસ રિમોટથી સંચાલિત ફાયર રોબો શેષનાગ વ્હીકલ સાથે જોડીને 700 ડિગ્રી ઊંચા તાપમાનમાં કામ કરી શકે છે. 
  • ઊંચા તાપમાને પણ પાંચ મિટરના અંતરે જઇને પોતાને ઠંડું રાખી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી શકે છે. 
  • છ પૈડા પર ચાલતો આ ફાયર રોબોટ ફાયર ટેન્કરથી 500 મીટર દૂર જઈ શકે છે. એક મિનિટમાં 300 લિટર પાણીનો છંટકાવ કરવાની ક્ષમતા ધરાવે છે. 
  • 100 કિલો પ્રેશર એટલે કે 950 પાઉન્ડ પ્રેશરથી વાર કરી શકે છે. 
  • આ ફાયર રોબોટમાં એક સાથે પાણીની પાંચ લાઈનો જોડીને તેની સાથે 500 મીટરની હોઝ પાઈપ જોડીને સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું
  • અત્યાર સુધીમાં આ ફાયર ફાઈટરે માત્ર ડેમોમાં કામ કર્યું હતું પરંતુ પહેલી વખત તેનો ઉપયોગ કરીને આગ બુઝાવવામાં આવી હતી. 
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો