વિવાદ:​​​​​​​જૂના વાડજમાં રોટલી ન આપતાં પતિ ટિફિન વિના ગયો, પત્નીનો આપઘાતનો પ્રયાસ; તબિયત લથડતાં પત્ની હોસ્પિટલમાં

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અલગ અલગ દવાની 15 ગોળી પાણીમાં ઓગાળી પી લીધી

પત્નીએ ચણાની દાળ અને ભાત બનાવી ટિફિન ભરી આપતાં રોટલી ન બનાવી હોવાના મુદ્દે પતિ ગુસ્સે થયો હતો અને પત્ની અને દીકરી સાથે ઝઘડો કરી ટિફિન લીધા વગર જતો રહ્યો હતો. આ વાતનું મનમાં લાગી આવતા પત્નીએ જુદી જુદી દવાની 15 ગોળીઓ પાણીમાં ઓગાળીને પી લીધી હતી. તબિયત લથડતા પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

જૂના વાડજમાં રહેતા અનિતાબહેન ચૌહાણ (ઉં.41) પતિ, દીકરી, દિયર, દેરાણી અને સાસુ સાથે રહે છે. તેમણે વાડજ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ રસોઈ બનાવવા જતા હોવાથી ક્યારેક ઘરે આવતાં વહેલું-મોડું થાય તો પતિ તેમના પર શંકા રાખીને મારઝૂડ કરતા હતા. 24 માર્ચે રાતે 12 વાગ્યે પ્રકાશભાઈ ઘરે આવ્યા હતા અને જમવાનું માગતા અનિતાબહેને તેમને જમવાનું આપ્યંુ હતું. એ દિવસે દીકરી ટીવી જોઈ રહી હોવાથી અવાજ ઓછો રાખવા બાબતે પ્રકાશભાઈએ ઝઘડો કર્યો હતો.

26 માર્ચે સવારે પ્રકાશભાઈએ અનિતાબહેનને કહ્યું હતું કે, મારે નોકરી જવાનું છે તો તું મને ટિફિન બનાવી આપ. આથી અનિતાબહેને ચણાની દાળ અને ભાત બનાવ્યા હતા. આથી પ્રકાશભાઈએ અનિતાબહેનને કહ્યું હતું કે, તું મને રોટલી કેમ નથી બનાવી આપતી. જોકે દીકરીએ તેમને રોટલી બનાવી આપવા કહ્યું હતું, પણ પ્રકાશભાઈ ગુસ્સે થઈને ટિફિન લીધા વગર ઝઘડો કરી જતા રહ્યા હતા. જોકે પ્રકાશભાઈ રોજ ઝઘડો કરી મારઝૂડ કરતા હોવાથી કંટાળી ગયેલાં વિશાખાબહેને ઘરમાં પડેલી દાંતની, માથાની અને તાવની દવાની જુદી જુદી 15 ગોળી પાણીમાં ઓગાળીને પી ગયા હતા, જેથી તેમની તબિયત લથડતાં હોસ્પિટલ લઈ જવાયાં હતાં. આ અંગેની અનિતાબહેનની ફરિયાદને આધારે વાડજ પોલીસે પતિ પ્રકાશ ચૌહાણ વિરદ્ધ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...