તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરુણાંતિકા:અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામેલી પત્નીને શબવાહિનીમાં લઈ પતિ 4 કલાક સુધી 3 સ્મશાને રઝળ્યો, અંતે ચોથામાં અંતિમવિધિ

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • 2 સ્મશાનમાં CNG-ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ હતી, ત્રીજામાં લાંબું વેઇટિંગ હતું

મણિનગર જયહિંદ ચાર રસ્તા પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ત્રણ દિવસથી દાખલ 50 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું હતું. પત્નીના મૃતદેહની અંતિમવિધિ કરવા પતિ ચાર કલાક સુધી શહેરનાં જુદાં જુદાં સ્મશાનગૃહમાં ફરતો રહ્યો હતો. બે જગ્યા પર ઈલેક્ટ્રિક અને સીએનજી સ્મશાનની સુવિધા બંધ હતી તો એક સ્મશાનમાં વેઈટિંગ હોવાથી ત્રણ કલાક જેટલો સમય લાગશે તેમ જવાબ મળ્યો હતો. મૃતદેહને સાથે લઈને શહેરમાં 20 કિ.મી. શબવાહિનીમાં ફર્યા બાદ આખરે ઈસનપુર સ્મશાનમાં વ્યવસ્થા થઈ હતી અને ત્યાં પત્નીની અંતિમવિધિ થઈ શકી હતી.

સુરેન્દ્ર ડોંગરે નામના રેલવે કર્મચારીની પત્ની સીમાનું સોમવારે સાંજે મૃત્યુ નીપજ્યું હતું. કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ હોસ્પિટલમાંથી જે પરિસ્થિતિમાં મૃતદેહ મળે એને સૌથી નજીક હોય એવા સીએનજી અથવા ઈલેક્ટ્રિક સ્મશાનમાં અંતિમવિધિ માટે લઈ જવો પડે છે.

પરિવારે 102માં કોલ કરી શબવાહિની બોલાવી હાટકેશ્વર ગયા હતા, ત્યાં કોરોનાના દર્દીની અંતિમવિધિ કરવા ઈલેક્ટ્રિક અથવા સીએનજી સ્મશાન બંધ હોવાથી જમાલપુર સપ્તઋષિ ગયા હતા. અહીં બે મૃતદેહના અંતિમવિધિ ચાલતી હોવાથી બેથી ત્રણ કલાક લાગશેનો જવાબ મળ્યો હતો. ત્યાંથી પરિવારના લોકો વી.એસ.ના સ્મશાન પહોંચ્યા હતા, પરંતુ અહીં પણ ઈલેક્ટ્રિક અથવા સીએનજી ભઠ્ઠી બંધ હતી.

ત્રણ જગ્યાએ ધક્કા ખાધા બાદ ઈસનપુર સ્મશાનમાં રૂબરૂ કોઈ વ્યક્તિને મોકલી પૂછપરછ કરતાં ત્યાં ઈલેક્ટ્રિક-સીએનજી સ્મશાનની સુવિધા હોવાથી પરિવારના સભ્યોએ અહીં અંતિમવિધિ કરી હતી. 102 સેવા અને સ્મશાનો વચ્ચે કોઓર્ડિનેશન ન હોવાને કારણે મહિલાનો મૃતદેહ શહેરમાં 4 કલાક સુધી લઈને ફરવું પડ્યું હતું. સ્મશાનોમાં પરિવારના સભ્યોને સેનિટાઈઝ કરવાની પણ કોઈ સુવિધા નહોતી.

શબવાહિનીને સેનિટાઈઝ કરવાનો ખર્ચ માગ્યો
શબવાહિની સેનિટાઈઝ કરવાનો પરિવારનો આક્ષેપ છે કે જ્યારે તેમણે શબવાહિની માટે 102 પર કોલ કર્યો ત્યારે 102 તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે આવીશું પણ શબવાહિનીને સેનિટાઈઝ કરવાનો ખર્ચ આપવો પડશે. આ બાબતે પરિવાર અને 102 વચ્ચે રકઝક ચાલી હતી. છેલ્લે સેનિટાઈઝની સામગ્રીનો ઉપયોગ કર્યા વગર મૃતદેહને ચાર કલાક શહેરમાં ફેરવવામાં આવ્યો હતો. ઈસનપુર સ્મશાનગૃહમાં કોર્પોરેશન તરફથી મૃતકના સગાને સેનિટાઈઝ કરવાની કોઈ જ સુવિધા નહીં હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.

આ રીતે રઝળપાટ

  • સાંજે 7.30 વાગ્યે પરિવારને મૃતદેહ મળ્યો
  • 102ને કોલ કરી શબવાહિનીમાં 8.30 વાગ્યે મૃતદેહ હાટકેશ્વર લઈ ગયા, ત્યાં ઈલેક્ટ્રિક અથવા સીએનજી સ્મશાન બંધ હતું.
  • 9 વાગ્યે જમાલપુર સ્મશાન પહોંચ્યાં, ત્યાં વેઈટિંગ હતું.
  • 9.30 વાગ્યે વીએસના સ્મશાનગૃહનો ધક્કો ખાધો.
  • 11.30 કલાકે ઈસનપુર સ્મશાનમાં અંતિમવિધિ થઈ.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો