તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરેલુ હિંસા:સુહાગરાતે પતિએ પત્નીને કહ્યું, ‘હું અન્યના પ્રેમમાં છું, પરિવારના દબાણથી લગ્ન કર્યા છે, સાસુ કહેતી કે પુરુષોને તો આવા શોખ હોય

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • સાસરિયાંએ પહેરે કપડે ઘરમાંથી કાઢી મૂક્યાની સૈજપુરની યુવતીની ફરિયાદ

શહેરના સૈજપુર વિસ્તારમાં રહેતી મહિલાના લગ્નની પ્રથમ રાત્રિએ જ પતિએ કહ્યું, મારે અન્ય મહિલા સાથે પ્રેમસબંધ છે, તેની સાથે લગ્ન કરવાના હતા, પરંતુ મારે ઘરના સભ્યોના દબાણથી લગ્ન કરવા પડયા છે. વાત હદથી વધી ત્યારે તેણે સાસરિયાંને જાણ કરતાં તેમણે પણ પતિનો પક્ષ લઈ મહિલાને ઓછું દહેજ લાવી હોવાનાં મહેણાંટોણાં મારી પરેશાન કરી હતી. દરમિયાન મહિલાને ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકતાં અંતે મહિલાએ પતિ અને સાસરિયાં મળી કુલ છ વ્યક્તિ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સૈજપુરમાં રહેતી 28 વર્ષીય યુવતીના લગ્ન દહેગામ નજીક આવેલા એક ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નની પ્રથમ રાતે જ્યારે પતિ રૂમમાં આવ્યો ત્યારે યુવતીને તેના પતિએ કહ્યું હતું કે તેને અન્ય મહિલા સાથે પ્રેમસબંધ છે, તેની સાથે જ લગ્ન કરવા હતા, પરંતુ મારા ઘરના સભ્યોના દબાણથી તારી સાથે લગ્ન કર્યા છે.

જોકે મહિલાનો પતિ તેની સાથે જરૂરિયાત પૂરતો જ સંબંધ રાખતો હતો. પતિના અન્ય મહિલા સાથેના સંબંધો અંગે યુવતીએ તેનાં સાસરિયાંને વાત કરતાં તેમણે તેને સાથ ન આપી પતિનો પક્ષ લેતા હતા. દરમિયાન યુવતીની વિરુદ્ધ તેના પતિને ઉશ્કેરતા હતા અને દહેજ ઓછું લાવી છે એમ કહીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા.

દરમિયાન તેનો પતિ અન્ય મહિલા સાથે ફોન પર મોડી રાત સુધી વાતો કરતો હતો, જે બાબત સાસરિયાંને જાણ કરતાં તેઓ યુવતી પર ઉશ્કેરાયા હતા અને તેના પતિને કાનભંભેરણી કરતાં તેને મારઝૂડ કરાવતા હતા. પિયરમાં ઓશિયાળું જીવન જીવતી યુવતી સાસરીએ જવા માટે તૈયાર હતી. ત્યારે ગત માર્ચ મહિનામાં તેનાં સાસરિયાં તેના પિયરમાં આવ્યાં હતાં અને તેને છૂટાછેડા આપવા માટે દબાણ કર્યું હતું અને ધમકી આપી હતી તે છૂટાછેડા નહીં આપે તો તેને જાનથી મારી નાખીશું.

સાસુ કહેતી, પુરુષોને તો આવા શોખ હોય
લગ્નના એક વર્ષ પછી યુવતી તિજોરી સાફ કરી રહી હતી ત્યારે તેને પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાના ફોટા તથા પ્રેમપત્રો મળ્યા હતા. આ સમયે તેણે તેનાં સાસુ-સસરા જેઠ વગેરેને વાત કરી પતિને સમજાવવાનું કહેતાં તેની સાસુએ ફોટા ફાડી નાખવાનુ કહ્યું હતું અને કહ્યું હતું કે પુરુષોને આવા શોખ હોય, આમ કહીને પોતાના દીકરાનો પક્ષ લીધો હતો.