તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ-પત્નીનો ઝઘડો:અમદાવાદમાં પતિએ પત્નીને કહ્યું-તારા બાપે તને સંસ્કાર આપ્યા નથી, પતિએ સાસરીમાં જઈને દરવાજા પર લાતો મારી અને ગાળો ભાંડી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પતિ-પત્નીનો ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પતિ પત્નીને સંસ્કાર વિનાની છે કહીને ધમકાવતો હતો. વાત એટલેથી અટકવાને બદલે પત્ની રિસાઈને પિયર જતી રહી હતી. જેથી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને સાસરીમાં જઈને ધમાલ મચાવી હતી. સાસરીમાં પતિ ઘરના દરવાજા પર લાતો મારી ગાળો ભાંડવા લાગ્યો હતો. જેને પગલે પોલીસને બોલાવવી પડી હતી. પોલીસ આવતા ધમાલ કરનાર પતિ ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા હાલ વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નાની-નાની વાતમાં ઝઘડતા હતા
અમદાવાદના વેજલપુરમાં રહેતા પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ઝોયા (નામ બદલ્યું છે )ના લગ્ન સઇદ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. ઝોયા અને સઇદ લગ્ન બાદ નાની-નાની વાતમાં ઝઘડતા હતા. એવા સમયે એક દિવસ સઇદે ઝોયાને ન કહેવાની વાત કહી દીધી. સઇદે ઝોયાને કહ્યું તારા બાપે તને કોઈ સંસ્કાર આપ્યા નથી.

ગુસ્સામાં પત્નીએ ફોન કાપી નાંખ્યો અને પતિ ઉશ્કેરાયો
આ સાંભળીને ઝોયા સમસમી ઊઠી હતી. ત્યાર બાદ ઝોયા પોતાના પિતાના ઘરે ગઈ હતી. જ્યાં ઝોયા જેમ તેમ દિવસો ગાળી રહી હતી. તેમ છતાં સઇદે ઝોયાને ફોન કર્યો પણ ગુસ્સામાં ઝોયાએ ફોન કાપી નાંખ્યો. જેથી સઇદ ઉશ્કેરાઈ ગયો અને સીધો તેની સાસરીમાં પહોંચી ગયો હતો.

રાત્રે સાસરીમાં જઈ દરવાજા પર લાતો મારવા લાગ્યો
ત્યાર બાદ રાતે સઇદ સાસરીમાં પહોંચ્યો ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. જેથી તે બહાર ઉભો રહીને દરવાજા પર લાતો મારવા લાગ્યો હતો. સસરાએ આમ કરવાની ના પાડતા એ ગાળો બોલવા લાગ્યો હતો. આખરે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. પોલીસ ત્યાં પહોંચતા સઇદ ત્યાંથી ભાગી ગયો હતો.આ અંગે હાલ પોલીસ જમાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો