તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ:મૃતક આયેશાબેનના પતિએ કહ્યુ-‘મારાં પત્ની કોરોનાથી તો સાજા થયાં પણ આગે જીવ લઈ લીધો’

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક આયેશાબેનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક આયેશાબેનની ફાઇલ તસવીર.
  • અમે તો ડિસ્ચાર્જની રાહ જોતા હતા: મૃતક આયેશાબેનના પતિ

મૃતકો પૈકીના એક એવા ધારાશાસ્ત્રી એમ.એમ. તિરમિજીનાં પત્ની આયેશાબેનને કોરોના પોઝિટિવ આવતાં શ્રેય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સારવાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

આ અંગે હોસ્પિટલના ડોક્ટરે તેમના પરિવારને કહ્યું હતું કે, ગુરુવારે આયેશાબેનને આઇસીયુમાંથી જનરલ વોર્ડમાં ટ્રાન્સફર કરી દઈશું. ગુરુવારે અન્ય વોર્ડમાં જવાની તૈયારીમાં બેઠેલાં આયેશાબેનને બુધવારે મધરાતે કાળ બનીને આવેલી આગે ભરખી લીધાં હતાં. આ ઘટનાની જાણ થતાં તિરમિજી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ અંગે સ્થાનિક દૈનિક પ્રસિદ્ધ કરતા લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અને ધારાશાસ્ત્રી એમ.એમ. તિરમિજી સાથે વાત કરતાં તેઓ એટલું જ બોલી શક્યા હતા કે, અમે તો હોસ્પિટલમાંથી ઘરે રજા આપે તેની રાહ જોતા હતા અને જુવો આ શું થઈ ગયું .

અન્ય સમાચારો પણ છે...