તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:અમદાવાદમાં પતિએ પત્ની સાથે જ ઠગાઈ કરી, પત્નીના ફેક ડોક્યુમેન્ટ બનાવી 8 જેટલી બેંકોમાંથી લોન લીધી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પુત્રીએ ગેમ રમવા ટેબ્લેટ લીધું અને ભૂલથી બીજું ફોલ્ડર ખુલી જતા પતિનો ભાંડો ફૂટ્યો

અમદાવાદ શહેરમાં રહેતા એક પરિવારમાં પતિ એ જ પત્નીના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. માત્ર એટલું જ નહીં આ ડોક્યુમેન્ટને આધારે 8 જેટલી બેંકોમાં ખાતા ખોલાવીને લોન પણ લીધી. એક દિવસ પુત્રીએ તેના પિતાનું ટેબ્લેટ ગેમ રમવા માટે લીધું ત્યારે ભૂલથી બીજું ફોલ્ડર ખુલતા પત્નીના ફેક ડોક્યુમેન્ટ ખુલી ગયા હતા. જે જોઈને પત્ની પૂજા ઝા ચોંકી ગઈ હતી. જેને પગલે પત્નીએ પતિ સંતોષ ઝા વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

2014માં મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા થયા હતા લગ્ન
મૂળ ઝારખંડની વતની અને ફરિયાદી મહિલા એવી પૂજા હાલ પુત્રી સાથે ગોતામાં રહી છે અને હોસ્પિટલમાં નોકરી કરે છે. તેણીના 2014માં મેટ્રિમોનિયલ સાઇટ થકી દિલ્હીના એક યુવક લગ્ન થયાં હતાં. વર્ષ 2014માં તેના પતિએ સંતોષે જણાવ્યું કે તે દિલ્હી ખાતે એક બેંકમાં નોકરી કરે છે, જેથી લગ્ન બાદ યુવતીનો પતિ તેને દિલ્હી લઇ ગયો હતો. તેની સાથે સાથે આ યુવકે પત્ની કહ્યું હતું કે તેણીએ ઘરના કોઇ સભ્ય સાથે વાતચીત કરવી નહીં અને તે શું કામ કરે છે તે અંગે જાણવાનો પ્રયાસ પણ કરવો નહીં. બાદમાં આ યુવતીનો પતિ, દિયર અને નણંદ ત્રણેય લોકો એક રૂમ બંધ કરીને કમ્યુટરમાં કઇંક કામકાજ કરતા હતાં. જેથી પતિ બેંકમાં નોકરી કરતો હોવાથી તે બાબતનું કામ કરતો હોવાનું આ યુવતીએ માની લીધું હતું અને આવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું હતું.

પતિ પિયરીયા સાથે વાત કરવા ના દેતો
બાદમાં યુવતીએ પતિને કામ બાબતે પૂછતાં પતિએ માર માર્યો હતો. જ્યારે યુવતીને પિયરથી કોઇનો ફોન આવે ત્યારે તેને તેનો પતિ વાત પણ કરવા દેતો નહીં અને ફોન પણ રાખવા દેતો નહીં. વર્ષ 2018માં યુવતીનો પતિ દીકરી સાથે ગુજરાત ફરવા જવાનું કહીને ચાંદખેડા લાવ્યો હતો. જ્યાં તે તેના ભાઈર સાથે કઇંપણ કહ્યા વગર રહેવા જતો રહ્યો હતો. યુવતીનો પતિ 6 મહિના તેના ભાઈના ઘરે રોકાયો હતો અને યુવતી દિલ્હી પરત જવાનું કહે તો તેને તેનો પતિ માર મારતો હતો.

ડોક્યુમેન્ટ્સમાં ફોટો પત્નીનો પણ નામ અન્ય વ્યક્તિના
વર્ષ 2019માં જ્યારે આ દંપતી દીકરી સાથે દિલ્હી ગયું હતું, ત્યારે તેમની પુત્રી ટેબલેટથી રમતી હતી. પુત્રી એ ભૂલ થી બીજું ફોલ્ડર ખોલ્યું જે દરમિયાન યુવતીએ ટેબલેટ ચેક કરતા તેના જ ડોક્યુમેન્ટ જેવા કે ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યાં હતાં. આ તમામ ડોક્યુમેન્ટ્સમાં ફોટો યુવતીનો હતો. પરંતુ તેમાં નામ અલગ-અલગ હતાં. આટલું જ નહીં યુવતીના નામની ઇનકમ ટેક્સ રિર્ટનની ફાઇલ પણ હતી અને તેના પતિના ડોક્યુમેન્ટ પણ હતાં. જેમાં પણ ચેડા કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન યુવતીનો પતિ ઘરેથી કહ્યા વિના ચાલ્યો જતા, તેના વિરૂદ્ધમાં માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ પણ યુવતીએ નોંધાવી હતી.

8 બેંકો અને ઈન્સ્યોરન્સ કંપનીમાંથી પેમેન્ટ ચૂકવવા ફોન આવ્યો
​​​​​​​બાદમાં યુવતીને અલગ-અલગ આઠ જેટલી બેંક અને ઈન્સ્યોરન્સ કંપનીમાંથી પેમેન્ટ ચુકવવા માટે ફોન આવ્યો હતો. ત્યારે યુવતીને જાણ થઇ કે તેના પતિએ તેના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરીને તેના નામે બોગસ માર્કશીટ બનાવી, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલા અને અલગ-અલગ બેંકમાંથી ક્રેડિટ કાર્ડ અને લોન લઇને છેતરપિંડી કરી હતી. જેથી આ મામલે યુવતીએ તેના જ ઠગબાજ પતિ સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો