વિવાદ:‘જમવાનું કેમ બનાવ્યું નહીં’ કહી પતિએ પત્નીને ફટકારી, પ્રસંગમાં પતિ-પત્નીનો ઝઘડો થયો હતો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વચ્ચે પડનારા સગાને પતિએ ધમકી આપી

શહેરના નિકોલમાં રહેતી યુવતીએ પતિની સામે પારિવારિક પ્રસંગ ગઈ હતી આ સમયે પતિએ પત્નીને તારે અહિયા બેસવાનું નહીં તેમ કહી તે જમવાનું કેમ બનાવ્યંુ નહીં તેમ કહી ઝઘડો કરી ગડદાપાટુનો માર મારતા પત્નીએ પતિ વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નિકોલમાં રહેતી 25 વર્ષીય યુવતીના માસાનંુ અવસાન થયંુ હોઈ તે પ્રસંગે રાખેલા ભજનમાં હાજરી આપવા માટે તે પતિ સાથે શાહીબાગમાં રહેતા માસાના ઘરે આવી હતી. તે દરમિયાન ભજન ચાલતા હતા ત્યાં યુવતી બેઠી હતી. ત્યારે અચાનક તેના પતિએ આવીને પત્નીને કહ્યું હતંુ કે તારે અહિયા બેસવાનુ નહીં અને તે જમવાનુ કેમ બનાવ્યુ નહીં તેમ કહીને પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જેથી પત્નીએ ઝઘડો નહીં કરવાનુ કહેતા પતિએ પત્નીને ગડદાપાટુનો માર માર્યો હતો જેથી બૂમાબૂમ થતા સગાસબંધીઓ તેમને છોડાવવા માટે વચ્ચે પડતા પતિએ પત્નીના સગાને ફેટ મારી દીધી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

આ બનાવથી ખિન્ન થઈ ગયેલી પત્ની શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પહોચી હતી અને પતિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...