ચુકાદો:પત્નીએ ધક્કો મારતાં પતિ મરી ગયો, કોર્ટે નિર્દોષ છોડી

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિએ ગળું દબાવતાં પત્નીએ ધક્કો માર્યો હતો
  • પત્નીનું કૃત્ય ઈરાદાપૂર્વકનું નહોતું : હાઇકોર્ટ

અંજારના આનંદસરમાં પતિ-પત્ની વચ્ચે થયેલી મારામારી દરમિયાન ભૂલથી ધક્કો વાગી જતા પતિનું મોત નીપજતાં પત્નીને ગુનેગાર સાબિત કરી શકાય નહિ. હાઈકોર્ટે પત્ની તરફથી સજા રદ કરવાની અપીલમાં ઉક્ત અવલોકન કર્યું છે. કોર્ટે તેના ચુકાદામાં એવું પણ ઠેરવ્યું છે કે, પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં ભૂલથી વાગેલા ધક્કાથી પતિ મોતને ભેટયો તેથી તેને ઇરાદાપૂર્વકનું કૃત્ય ગણી શકાય નહી.

અંજારમાં પતિ-પત્ની વચ્ચે લગ્નેતર સંબંધને લઈને ઝઘડા થતા હતા. પતિ અન્ય મહિલા સાથે જાહેરમાં કઢંગી હાલતમાં પકડાઈ જતા પત્નીએ રાત્રે પતિ સૂતો હતો ત્યારે તેની સાથે ઝઘડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાનમાં પતિએ પત્ની પર હાથ ઉપાડતાં બંને વચ્ચે મારામારી થઈ હતી, પત્નીનું ગળંુ દબાવતા પત્નીએ પતિને ધક્કો માર્યો હતો, જેના કારણે પતિને દીવાલ પર લગાવેલી ખિંટી માથાના ભાગમાં વાગી હતી અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. આ કેસમાં ટ્રાયલ કોર્ટે પત્નીને દોષી ઠેરવી 10 વર્ષની સજા ફટકારી હતી. હાઈકોર્ટે આ ચુકાદાને રદ કરીને અવલોકન કર્યું કે, પત્નીએ સ્વબચાવમાં પતિને ધક્કો માર્યો હતો, પરતું ઇરાદાપૂર્વકનું કૃત્ય નથી તેથી હત્યાનો ગુનો ન બને.

અન્ય સમાચારો પણ છે...