• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Husband Brought His Wife From Oman In The Name Of Treatment And Wrote A Divorce; The Husband Brought His Wife To India Under The Pretext Of Treating Her Depression

વિવાદ:સારવારના નામે પત્નીને ઓમાનથી લાવી પતિએ છૂટાછેડા લખાવી લીધા; પત્નીને ડિપ્રેશનની દવાનું બહાનું કાઢીને પતિ ભારત લાવ્યો હતો

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમાનમાં રહેતા પતિને દિવાળી બાદ રૂબરૂ હાજર થવા આદેશ

પત્નીને ડિપ્રેશનની દવા કરાવવાનું કહીને ભારત લાવ્યા બાદ છેતરપિંડી કરીને તેની પાસે મંજૂરીથી છૂટાછેડા લીધા હોવાનો કરાર કરાવી લીધાનો કિસ્સો હાઇકોર્ટ સમક્ષ નોંધાયો છે. જેની સુનાવણી જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે હાથ ધરી છે. અરજીમાં રજૂઆત કરાઇ છે કે, પતિએ પત્નીના ડિપ્રેશનનો ગેરલાભ ઉઠાવીને તેની પાસેથી ખોટી રીતે છૂટાછેડા લીધા છે. એટલું જ નહીં તેની દીકરીને સાસુ-સસરા પાસે ઓમાનમાં રાખી લેવામાં આવી છે. દીકરીને માતા સાથે ફોનમાં પણ વાત કરવા દેતાં નથી. કોર્ટે ઓમાન રહેલા પતિને નોટિસ કાઢીને દિવાળી બાદ રૂબરૂ હાજર થવા આદેશ કર્યો છે.

દીકરી સાથે વાત કરવા દેવા હાઈકોર્ટનો આદેશ
ખંડપીઠે પત્નીને દીકરીને મળવા અને વાત કરવા દેવા માટે પતિને આદેશ કર્યો છે. જો પત્ની પાસે વિઝા હોય તો તે મસ્કતમાં તેની દીકરીને મળી શકે છે. પતિએ તેની પત્નીને દીકરી સાથે ઇચ્છા થાય ત્યારે ફોન પર વાત કરવા દેવા આદેશ કર્યો છે.

વિઝા છે પણ દીકરીને મળવા જતી નથી : પતિ
પતિ તરફથી હાજર થયેલા એડવોકેટે દલીલ કરી હતી કે, તેની પત્ની પાસે મસ્કતના વિઝા છે પરંતુ તે ક્યારેય દીકરીને મળવા મસ્કત જતી નથી.એટલું જ નહીં તેની સામે કરેલા તમામ આક્ષેપો પણ ખોટા છે. મસ્કતથી ફોન કરીએ તો તે વાત કરતી નથી. તેની ડિપ્રેશનની દવાનું બહાનું કાઢીને પોતે મંજૂરીથી કરેલી સહીઓ સામે પણ આક્ષેપો કરે છે.

પતિ સાથે રહેવાની અપીલ શા માટે ?: હાઇકોર્ટ
હાઇકોર્ટે પત્ની તરફથી હાજર થયેલા વકીલને એવી ટકોર કરી હતી કે, મંજૂરીથી છૂટાછેડા લીધા છે. દીકરીને મળવા જવા માટે અનેક વખત તમને મોકો મળ્યો છે, છતાં જતા નથી. હવે પતિ સાથે રહેવાની અપીલ શા માટે કરો છો? વકીલે પણ તેના અસીલને સાચી સલાહ આપવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...