વિવાદ:સરદારનગરમાં બહાર જવા પત્નીએ નોકરીમાં રજા મૂકતાં પતિએ ઢોર માર માર્યો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પગ પર લાકડી મારી ગડદાપાટુ કરનારા પતિ સામે ફરિયાદ
  • ધાર્મિક કામ માટે પત્ની એક દિવસ નોકરીએ ન જતાં ઉશ્કેરાયેલા પતિએ ગાળો પણ ભાંડી

સરદારનગરમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં પૂનમના કારણે બહારગામ જવાનું હાેવાથી પત્નીએ નાેકરીમાં રજા રાખતા તેનો પતિ ઉશ્કેરાયો હતો અને પત્નીને ગાળાે ભાંડી ઢોર માર મારતાં પત્નીએ પતિ સામે સરદારનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કુબેરનગરમાં રહેતી 25 વર્ષીય સાેનિયા ગજરાએ સરદારનગર પાેલીસ સ્ટેશનમાં પતિ રાજેશ ગજરા સામે ફરિયાદ નાેંધાવી છે. સાેનિયા પાલડીના એક બ્યુટી પાર્લરમાં નાેકરી કરે છે. સાેનિયાના પિતાએ સવારે પાેણા નવ વાગે ફાેન કરી કહેલું કે, આજે પૂનમ હાેવાથી ગિયાેડ જવાનું હાેવાથી તું રજા રાખજે. આથી સાેનિયાએ પતિ રાજેશને નાેકરી પર રજા રાખવાનું કહેતાં, રાજેશે ઉશ્કેરાઇને બીભત્સ ગાળાે બાેલતાં પત્નીએ ગાળાે બાેલવાની ના પાડતાં પતિએ લાકડીથી પત્નીના બંને પગ પર મારી,ગડદાપાટુનાે માર મારતા પત્નીની બૂમાબૂમથી પતિ જતાે રહ્યાે હતાે અને સાેનિયાને સારવાર અર્થે 108માં હાેસ્પિટલ ખસેડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ ગોમતીપુરમાં એક પતિએ પત્નીના મોબાઈલમાં એક પુરુષનો ફોટો જોયા પછી તેને માથામાં હથોડી મારતાં પોલીસ ફરિયાદ થઈ હતી. જ્યારે દાણીલીમડામાં બનેલી અન્ય એક ઘટનામાં 6 મહિના પહેલાં લગ્ન કરીને આવેલી એક યુવતીને તેની સાસુએ દહેજ માટે મહેણું મારી પુત્રવધૂને કહ્યું હતું કે, તારાથી છોકરા પેદા થાય તેમ નથી. સાસરિયાએ પુત્રવધૂને કાઢી મૂકતા આખરે કંટાળેલી પુત્રવધૂએ સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...