પતિની દાદાગીરી:દહેજમાં કાર નહીં મળતાં પતિ પત્નીને પિયરમાં મૂકી આવ્યો, પતિ અને સાસરિયાં સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

લગ્નના 2 દિવસ પછી દીકરી પગફેરાની વિધિ માટે પિયર આવતા પિતાએ વૈભવી હોટલમાં રાખી અને પહેરામણીમાં દીકરીના સાસરી પક્ષના સભ્યોને કપડા અને રૂ.25 હજાર આપ્યા હતા, તેમ છતાં પતિ બુલેટ, કાર અને સોનાની ચેઈનની માગણી કરીને પત્નીને મારઝૂડ કરતો હતો. પીયર મુકી ગયા બાદ સાસરી પક્ષમાંથી કોઇ લેવા જ નહીં આવતા આખરે પરિણીતાએ સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી.

કુબેરનગરના સિંધુ ફલેટમાં રહેતા સંજયભાઈ રોહીરાની દીકરી રીંકલ(22) ના લગ્ન 20 જૂન 2021ના રોજ સમાજના રીત રિવાજ પ્રમાણે મહેસાણા કુલદેવ કુર્ના બંગલોઝમાં રહેતા જય ઉર્ફે ભાવિન સાથે થયા હતા. લગ્નના 2 દિવસ પછી પગફેરાની વિધિના 5 દિવસ બાદ પતિ અને સાસુએ રીંકલને કહેતા હતા કે તારા પિતાએ દહેજ ઓછું આપ્યું છે. પગફેરાની વિધિમાં સગાં સબંધીઓએ આપેલા રૂ.10 હજાર માટે પતિ જયએ રીંકલનું ગળું દબાવીને મારી નાખવાની ધમકી આપી હતી.

જુલાઈ મહિનામાં પતિ જય અને સાસું રિંકલને પિયર મૂકી ગયા બાદ તેમણે ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું અને તેને પરત લેવા માટે પણ આવ્યા નહોતાં. અંતે પરિણીતાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, નણંદ અને મામા સસરા સામે દહેજ અને ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...